________________
૪૪
ઉપાસી, આનંદ રૂપ વિલાસી, અલખ અગેાચર જે અવિનાશી, સાધુ શિરામણી મહાસંન્યાસી, લેાકાલોકપ્રકાશી; જગ સઘલે જેહની છાબાશી, જીવાચેાનિ લાખ ચેારાસી, તેહના પાસ નિકાસી, જલહેલ કૈવલ જ્યાતિકી આસી, અસ્થિર સુખના જે નહિ આશી, વંદુ તેહને ઉલાસી ! ૨ ૫ શ્રી જિન ભાષિત પ્રવચન-માલા, ભવિજન કંઠે ધરા સુકુમાલા, મહેલી આલ પંપાલા; મુક્તિ વરવાને વરમાલા, વારૂ વ તે કુસુમ રસાલા, ગણધરે ગુંથી વિશાલા, મુનિવર મધુકર રૂપ મયાલા, ભાગી તેહના વલી ભૂપાલા, સુરનર કેલિડ રઢાલા; જે નર ચતુર અને વાચાલા, રિમલ તે પામે વિગતાલા, ભાંજે ભવ જંજાલા ॥ ૩ ॥ નાગનાગિણી અધમલતા જાણી, કરુણાસાગર કરુણા આંણી, તતક્ષણ કાઢચા તાણી; નવકાર મંત્ર દીયા ગુણખાંણી, ધરણીધર પદ્માવતી રાણી, થયા ધણી ધણિયાણી; પાસ પસાયે પદ પરમાણી, સા પદ્મા જિનપદે લપટાણી, વિઘ્રહરણ સપરાણી; ખેડા હરિયાલામાં શુભ ડાણી, પૂજે પાસ જિંદું ભવિ પ્રાણી, ઉદય વદે એમ વાણી ॥ ૪॥