________________
કેવળ લીધુ. અનારે જઇને
(
પીવાન
શુદી છઠ્ઠને મુહરત લીધે. ૭૩. દીક્ષા લીધી ત્યાં નવ લાગી વાર, સાથે મુનિવર એક હજાર; ગિરનારે જઈને કારજ કીધું, પંચાવન દહાડે કેવળ લીધું. ૭૪. પામ્યા વધાઈ રાજુલા રાણી, પીવા ન રહ્યાં ચાંગળું પાણ; નેમને જઈને ચરણે લાગી, પીઉજી પાસે જ ત્યાં માગી. ૭૫. આપે કેવળ તમારી કહાવું, હું તે શેકને જોવાને જાવું; દીક્ષા લઈને કારજ સીધું, ઝટપટ પિતે કેવળ લીધું. ૭૬. મલ્યું અખંડ એવાતણરાજ, ગયાં શિવસુંદરી જવાને કાજ; શુદની આઠમ અષાડ ધારી, નેમજી વરિયા શિવવધુ નારી. ૭૭ નેમ રાજુલની અખંડ ગતિ, વરણવા કેમ થાય મારીજ મત; યથારથ કહું બુદ્ધિ પ્રમાણે, બેઉનાં સુખ તે કેવળી જાણે. ૭૮. ગાશે ભણશે ને જે કઈ સાંભળશે, તેના મને રથ પુરાં એ કરશે; સિદ્ધનું ધ્યાન હૃદયે જે ધશે, તે તે શિવવધુ નિશ્ચય વરશે. ૭૯ સંવત એગણેશ શ્રાવણ માસ, વદની પાંચમને દિવસ ખાસ; વાર શુક્રનું ચોઘડીયું સારૂં, પ્રસન્ન થયું મનડું મારૂં. ૮૦ ગામ ગાંગડના રાજા રામસિંગ, કીધે સલેક મનને ઉછરંગ; મહાજનના ભાવ થકી મેં કીધે, વાંચી સલેકે સારો જશ લીધો. ૮૧. શહેર ગુજરાત રહેવાશી જાણે, વીશાશ્રીમાળી નાત પ્રમાણે, પ્રભુની કૃપાથી નવનિધિ થાય, બેહુ કરજેડી સુરશશી ગાય. ૮૨. નામે દેવચંદ પણ સુરશશી કહિયે, બેહુને અર્થ એકજ લહીયે; દેવ સૂર્યને ચંદ્ર છે શશી, વિશેષે વાણી હૃદયમાં વશી. ૮૩.