________________
૨૫ર નંદપુરે રત્નકર શેઠને ત્યાંજે, અજીતસેનની નારી એ સહાયક પશુપક્ષીની ભાષા સમજે જ્ઞાનથી જે. ૨ શીયાલણીને શબ્દ સુ મધરાતજો, ઘડુલે લઈને ચાલી વિણ સંગાતજે સસરાજી તેના પર શંકા લાવીયાજે. ૩ અછતસેનને કીધી સર્વે વાતજે, સ્ત્રી તારી દીસે છે કુલટા જાત જે માટે તેને પિયર પંથે લાવીએ જે. ૪ સસરા સાથે પીયર પંથે જાય, નદી ઉતરી મેજડી રાખી પગમાં, આગળ જતા મગનું ક્ષેત્ર આવીયું જે. ૫ શેઠે કીધું ધાન્ય ધણીને સારૂં જે, વહુ બોલી કે શેઠજી વચન તમારૂ નવી જે ખાધું હોય તે સત્ય જાણીયે જે. ધનીક નગરને ઉઝડ દીલમાં ધારે જે, એક સુભટને બીકણ કહી પોકારે; વડની છાયાં તજીને તડકે બેસીયા. ૭ ઉજજડ ગામને વસ્તિવાળું કીધું જે, વહુનું વર્તન ઉધું સસરે દીઠું ; દીલમાં શીયલવતી પર બહુ ગુસ્સે થાય. ૮ મામાને ઘેર ભજન પણ નવ ખાધું જે, જંગલમાં જઈ બેઠા ખાવા ભાતું જે; કાગડે ત્યાં આવીને લાગે બેલવાજે. ૯ કાગની સાથે વહુએ કીધી વાત, પતિ વિયેગ મળે છે મુજ લલાટ તે સુણીને શેઠ અચંબે પામીયાજે. ૧૦ વહુએ શેઠને કાકની વાણી કીધી જે, વૃક્ષ તલે જઈ બેદણી ચાલુ કીધી જે કુંભસેનાના ચાર તિહાં નીકળ્યા છે. ૧૧ શીયલવતીએ કીધે પૂર્વવૃતાંત, શીયાલને શબ્દ સુણી મધરાત લેવા ઘરેણું ગઈ હું ગાગર લઈ જે. ૧૨ કંકર આદિના ભયથી એ તાત, કીધી નદીને પારમેં મેજડી