________________
૨૩૩
આય; રૂડારાજા વિશ સ્થાનક વિધિયે સેવિયાં, તીર્થકર ગોત્ર બંધાય. રૂડારા. ધન્ય. ૧૪ ઈગ્યારમેં ભવે શ્રી શાંતીજી, પહોતા સર્વાર્થસિદ્ધ; રૂડારાજા. તેત્રીસ સાગર આઉખું, સુખ વિલસે સુર રિદ્ધ. રૂડારાજા. ધન્ય ૧૫ એક પારેવાની દયા થકી, બે પદવી પામ્યા નરિંદ, રૂડારાજા. પાંચમા ચક્રવતિ જાણીયે, સોળમાં શાંતિ આણંદ. રૂડારાજા. ધન્ય. ૧૬ બારમે ભવે શ્રી શાંતિ, અચિરા કુખે અવતાર, રૂડારાજા દીક્ષા લઈને કેવળ વર્યા, પહોતા મુક્તિ મઝાર. રૂડારાજા. ધન્ય ૧૭ ત્રીજે ભવે શિવસુખ લહ્યો, પામ્યા અનંતુ જ્ઞાન રૂડારાજા. તીર્થંકર પદવી લહી, લાખ વર્ષ આયુ જાણુ. રૂડારાજા. ધન્ય. ૧૮ દયા થકી નવનિધિ હોયે, દયા તે સુખની ખાણ રૂડારાજા, ભવ અનંતની એ સગી, દયા તે માતા જાણુ. રૂડારાજા. ધન્ય૧૯ ગજ ભવે સસલે રાખીયે, મેઘકુમાર ગુણ જાણુ, રૂડારાજા. શ્રેણિક રાય સુત સુખ લહ્યાં, પોતે અનુત્તર વિમાન. રૂડા રાજા. ધન્ય ૨૦ એમ જાણી દયા પાળજે, મન માંહે કરૂણા આણ રૂડારાજા સમય સુંદર એમ વિનવે, દયાથી સુખ નિરવાણ રૂડારાજ. ધન્ય ધન્ય ૨૧. સંપૂર્ણ
કલાવતીની સઝાય.
બેન લીલાવતી તમને વિનવું, સ્વામીની સેવા કરજે પતિ પરમેશ્વર આપણ છે બેની, ઝાઝા તે કરજે જતન