________________
-
૨૨૦
સુખ સંપત્તિ જે આવે મળી, કેસાની દેવામતિળિ; ધન ઉપર જે રાખે સ્નેહ, પરભવ સાપપણે થાયે તેહ. ૧૩. અધિકે એ બધું તેલ, દેવા ચાહે નવિ પાળે બેલ; તેહની લેકમાં નહેય લાજ, પરભવ તેહના ન સરકાજ. ૧૪. પિથી બાળે બળે જેહ, પરભવ મુરખ થાયે તે; ભણે ગુણે કે પોથી દાન, પરભવ નર ને વિદ્યાવાન. ૧૫. -નાનાં મોટાં કુંપળ હરિ, ખાંતે ચુંટે લીલા કરી; કીધાં કર્મ નવિ ઠેલાય, મરીને નર તે કેઢીઓ થાય. ૧૬. પાંખ પંખીની કાઢે જેહ, પરભવ હુઠે થાયે તેહ; પગ કાપેને કરે ગળગળ, મરીને નર તે થાયે પાંગળે. ૧૭. પાડેથી વઢે દીન રાત, પરભવ તેન પામે સંઘાત; માત પિતા સુતબિયર ઘણી, પરભવ તેહને વઢવાઢ ઘણી, ૧૮. અણ દીઠું અણુ સાંભળ્યું કહે જેહ, પરભવ બહેર થાય તે પારકી નીદા કરે નરનાર, જશ નહીં પામે તેહ લગાર. ૧૯ પરના અવગુણ ઢકે જેહ, નરનારી જશ પામે તેહ નીંદા કરે ને દીયે જે ગાળ, પરભવ નર તે પામે આળ. ૨૦. રાત્રિભૂજન કરે નરનાર, તે પામે ઘુવડ અવતાર રાત્રે પંખી ન ખાયે ધાન, માણસ હૈયે ન દીસે સાન. ૨૧. સૂર્ય સરીખે આથમે દેવ, માણસને ખાવાની ટેવ; ધમી લેકજ હૈયે જેહ, રાત્રિભેજન ટાળે તેહ. ૨૨. ગૌતમ પૃચ્છા ને અનુસાર, એ સઝાય કરી શ્રીકાર; પંડિત હર્ષસાગર શિષ્યસાર, શિવસાગર કહે ધર્મવિચાર. ૨૩.