________________
'
૧૬૯
ભાર્યા સહુ ગુણ ધારતી, ગુણ રુકમણીરાણી જાસ, જ્ય લછણ પ્રભુને દીપ, સુણવૃષભ મંગલ ગુણવાસ, જય૦ ૨ વિજયવસુ પુખલાવતી, ગુણ પુંડરીકા નયરી સાર, જય૦ ચલે કલ્યાણક તિહાં થયા, ગુણ, ત્રિભુવન જન હિતકર જય૦૩ એહ જાણી મન ઉલ્લ ગુણ દેખ તુમ દીદાર, જ્ય દયા કરી મુઝદીજીયે, ગુણ, નિત દરસણ કિરતાર, જય૦ ૪ લબ્લિકમલ વિકસાવવા, ગુણ૦ કલાનિધિ તું ભાણુ, જય૦ હર્ષવિનય ભાવે કરી, ગુણ, આપ અવિચલ નાણ, જય૦ ૫
શ્રી વીરજિન નિર્વાણ કલ્યાણક સ્તવન - શ્રી સિદ્ધારથ નદન દેવા, પ્રભુ સેવ કરૂં નિત્ય મેવા, દેજે મુજ ભવોભવ સેવા, જગતગુરૂ વીર પરમ ઉપગારી પ્રભુ કરૂણા નિધિ દાતારી, જગતગુરૂ વીર પરમ ઉપગારી. ૧ સેળ પહેર પ્રભુ દેશના વરસે, સાંભળી ભવિહૃદયમાં ધરશે, તારાચરણ કમલ નિત ફરશે, જગતગુરુવર પરમ ઉપગારી ૨ બ્રાહ્મણ દેવશર્મા જાણે, પ્રતિબોધવા મેકલ્યા તે ટાણે ગૌતમ ચાલ્યા ગુણખાણે, જગતગુરૂ વીર પરમ ઉપગારી. ૩ પ્રતિબંધીને પાછા વળીઆ, મારગમાંહે શ્રવણે સાંભળીયા પ્રભુ મોક્ષ મારગ સંચરીયા, જગતગુરૂ વીર પરમ, ઉપગારી. ૪ તે સાંભળી દિલમાં વાત, ગૌતમને થાય વજાઘાત; વિવેકે ગુણમણિ ખ્યાત, જગતગુરુ વીરપરમ ઉપગારી. ૫