________________
સવાઈ ગુરૂ પદવી આપી જો; તસ પાટે મહદયવંતા જે, વિજ્યદેવ સુરિ વિચરતા જો. ૭ વિજ્ય સિંહસુરિ ગણધારી જો, જગમાં કાતિ સારી જે તસ શિષ્ય વડેરો દાસ જો, સત્ય વિજય પન્યાસ જે. ૮ તસ કપુર વિજય શિષ્ય જો ખીમાવિજય મુનિશે જે, જસવિજય ગુણે ગંભીરે જો, શુભ વિજય સુરતરૂ તીર જે. ૯ તસ ચરણતણે સુપસાય જો, ત્રંબાવતી પુર થાય છે, ગરબાની દેશી માંહે જે, સ્તવન રચીયું ઉત્સાહ જે. ૧૦ પાવક માગરણ કરી ચંદો જો, સંવત સોલ સુખક જે, વળી માસયુ જેઠ ઉદાર જે, સીત પંચમી શશીવાર જે. ૧૧ જે ભણે સુણે ભવિ ભાવે જે, તે સુખ સંપત્તિ પામે છે, કહે વીર વિજય સુવિશાળ છે. તસ ઘર મંગળિક માળા જે. ૧૨
કળીશ. ઈમ વિશ્વનાયક, સકલ જ્ઞાયક, મુક્તિ દાયક જીનવરૂ, મિથ્યાત્વ ગંજન દુરિતભંજન, ગોડી પાર્શ્વ જનેરુ, શ્રાદ્ધો સવાલત વચપંચમી, દ્વિતિય પયણે વડવરૂ, ત કહણથી એ સ્તવન રચીલું, વિર વિજય સુભંગકરૂ. ૧.
શ્રી સીમંધર સ્વામીનું સ્તવન (નદી યમુના કે તીર ઉઠે દેય પંખીયાં—એ દેશી) પરમપુરુષ જિનરાજ છે ત્રિભુવનપતિ,
શ્રી સીમંધર સ્વામી સુણો અમ વીનતી;
,