________________
પાસ રે હો સંતા; ઈણી પરે બોલી ઈષ્ટ વચન રસાળ રે સંતાજી, જીમ જનનીની આગળ બે લે બાળરે હે સંતાજી. ૪ માન્યું જેણે વચન અમારું પેલરે સંતાઇ, આ સઘળો મુકી મનને મેલરે હે સંતાજી; તુમ સરિખા જે સજજન મુજ કહેવાયરે સંતાજી; તે નાવે તે વિવાહ કહા કિમ થાય? હે સંતાજી. ૫ હસ્તી વિના સહ સેના સેહે યથારે સંતાજી, તુમ વિણ વિવાહ ઓચ્છવ તે દીપે તથા રે હે સંતાજી; ગોડીપુરમાં આવ્યું હું હરખે કરીરે સંતાજી; તુમ આવ્યા વિણ કિમ જાઉં પાછા ફરી રે હો સંતાજી. ૬ નહિ આવે તે પડશે તુમ અમ ભંગરે સંતાજી, તે કારણે પ્રભુ આવી રાખે રંગરે હે સંતાજી; હઠ કરીને શું બેઠા છો મહારાજ રે સંતાજી, ખેતી કરે છે અને તમે શા કાજ રે હો સંતાજી. ૭ અટલે હઠ ન જોઈએ કહું છું થઈ રાંકરે સંતાજી, બે હતા તે સઘળે માહરે વાંક રે હે સંતા; ઈણી પરે કાજલશા તે બેલી રહ્યો હવે રે સંતાજી, તવ મેઘાશા મનમાં એમ ચિંતવે રે હો સંતાજી. ૮ મતે મહાટ પાદપ તે કહેવાય ? સંતાજી, અતિ તાર્યું તે રજજુ પણ તુટી જાય રે હે સંતાજી; હવે જાવાને થાયે તે ઉજમાળ રે સંતાજી કાજલ સાથે ચાલ્યા તે તત્કાળ રે હા સંતાજી. ૯ ઈણ અવસર નમણ લેવું વિસરયું વિશ્વાવીશ રે સંતાઇ, આવ્યા તે મન ઉલ્લશે ભુદેશરે હે સંતાજી વીર કહે સુણજે તમે હિતકાર રે સંતાજી, ભાવિ આગળ કોઈનું નવિ ચાલે નિરધાર રે હે સંતા. ૧૦.