________________
હતા. આવી અમૃતમય વાણી સાંભળતાં તેમને વૈરાગ્ય ઉત્પન્ન થયે ને સંસારની અસારતા જાણુને પિતાના માતાપિતાની પાસે ચારિત્ર લેવાની આજ્ઞા માગી. પરંતુ મહિને લીધે તેઓએ ચંદનબેનને ચારિત્ર લેવાની ના પાડી ત્યારે તેમને ઘરમાં રહીને છ વિગયને ત્યાગ કર્યો, એમ કરતાં છ વર્ષ નીકળી ગયા. - એક વખતે તેમના મામાને ઘેર ધોળકામાં કારસી કરવાની હતી, તેથી તેમના સગાવહાલા બધાને ત્યાં તેડાવ્યા હતા. તે અવસરે જેને અત્યંત વૈરાગ્ય લાગે છે તેવા ચંદનબેન અવસરને લાભ લઈને દર્શન કરવાના બહાને હાથમાં ચેખાને વાટે લઈને ગામ બહાર નીકળી ગયા. ચંદનબેન એમ માનતા હતા કે આચાર્ય મહારાજ ભ્રાતૃચંદ્ર સૂરી, અમદાવાદ, શામળાની પિળમાં છે, તેથી તેમની ઈચ્છા હતી કે ત્યાં જઈને ચારિત્ર ગ્રહણ કરૂં. પણ ભાગ્યમાં હોય તેજ બને છે. તે વખતે ગુરૂદેવ અમદાવાદમાં ન હતા. શેઠ હઠીસીંગભાઈની વહુ હરકેરબેનને પુછવાથી ખબર મળી કે સાહેબજી માંડલ છે એટલે હરકેરબેનને સાથે લઈ ચંદનબેન માંડલ આવ્યા ને ગુરૂદેવને વંદણા કરીને કહ્યું કે મને ચારિત્ર આપે. ગુરૂદેવ ના પાડી કે માતાપિતાની આજ્ઞા વિના હું દીક્ષા આપીશ નહિ. - તે આ બાજુ ચંદનબેન કાંઈક જગ્યાએ જતા રહ્યા તેવું જાણી તેમની શોધખોળ કરતા કરતાં તેમના માતાપિતા