________________
આપણા જીવન ચરિત્રના નાયક ચંદનબેન ઘણુંજ લાડપાનમાં ઉર્યા હતા. મોસાળ પક્ષ વૈષ્ણવ ધર્મના હતા પણ તેમના માતાપિતા જૈન ધર્મમાં ઘણા ચુસ્ત હતા તેથી તેમને પિતાની પુત્રને નાનપણથી જ જૈન ધર્મના ઘણા ઉત્તમ ગુણ રહ્યા હતા. લગભગ દસ વર્ષ સુધી મેસ ળમાં રહ્યા પછી ખંભાત આવ્યા. નાની ઉંમરમાં પિતાની ઈચ્છા . નહિ હોવા છતાં માતપિતા તથા સગાવહાલાંઓએ ફક્ત તેર વરસની નાની વયમાં લલ્લુભાઈ ગુલાબચંદની સાથે વિધિસર લગ્ન કર્યા ને હજુ જેમને દુનિયાનું જ્ઞાન પણ નથી અને જેમને સંસારની વાસને પણ સુંઘી નથી તેમના પતિ બે દિવસની ગંભીર બિમારી ભેગવી આ ફાની દુનિયાને ત્યાગ કરી ગયા.
ચંદનબેનની નાની ઉંમર હોવાથી માતાપિતાએ વિચાર કર્યો કે આ પુત્રીની આખી જીંદગી કઈ રીતે પસાર થાય. એ વિચાર આવતાની સાથે જ તેમણે તેમની સંપત્તિ લઈને તપગચ્છના સાધ્વીજી મહારાજ સકશ્રીની પાસે ભણવા મુક્યા. તે અવસરે ખંભાતમાં શ્રી પાર્ધચંદ્ર ગચ્છના પ્રખર વક્તા આચાર્ય દેવ ભ્રાતૃચંદ્ર સૂરીશ્વરજી તથા દીપચંદજી મહારાજ આદિ થાણુ ત્રણ બિરાજમાન હતા. તે વખતે ખંભાતમાં શા. દીપચંદભાઈ ફુલચંદભાઈના આગ્રહથી ભગવતીસૂત્રનું વ્યાખ્યાન કરતા હતા. તેમની અમૃતમય વાણી સાંભળવા સૌ કેઈ આવતા હતા. તે વખતે આ ચરિત્ર નાયક ચંદનબેન પણ સાંભળવા આવતા