________________
૧૫૧
પિલી પીલીને રસ કાઢે તેહને રે, મહેર ન આવે તાંહિ. ચતુર. ૩. નાઠે જઈ ત્રીજી નરક લગેરે, મન ધરતે ભય ભ્રાંતિ; પછી પરમા ધામી શુલિ ઉપરે રે, જેહાકાલ કલ્પાંત. ચતુર. ૪. ખાલ ઉતારે તેની ખાંતસું રે, ક્ષાર ભરે તન દેહ રે ખાસ; પુરની પરે તે તિહાં ટળવળેરે, મહેરન આવે તાસ. ચતુર. ૫. દાંત વિચે દઈ દશ આંગુલી રે, ફરી ફરી લાગેરે, પાય; વેદના સહતાં કાળ ગયે ઘણેરે, હવે એ સહ્યો ન જાય. ચતુર. ૬. જીહાં જાય તિહાં ઉઠે મારવારે, કઈ ન પુછેરે સાર; દુઃખ ભરી રેવે દીન પણે કરીને, નિપટ હૈયાની ધાર. ચતુર. ૭.
ઢાળ ૪. ( રાગ વેલાઉવ–રે જીવ જન ધર્મ કીજીએ-એ દેશી)
પરમાં ધામિ સુર કહે, સાંભળરે તું ભાઈ કિયાં દેસ અમારડોરે, નિજ દેખે કમાઈ. પરમધામિ. ૧. પાપ કરમ કિધાં ઘરે, બહુ જીવ વિણસ્યા; પીડા ન જાણી પરતણુરે, કુડાં મુખે ભાખ્યાં. પરમધામિ, ૨, ચોરી લાવ્યા ધન પારકું રે, સેવી પરનાર આરંભ કામે કિધાં ઘણારે, પરિગ્રહને નહિ પાર પરમધામિ. ૩. નિશિ ભજન કીધાં ઘણુંરે, બહુ જીવ સંહાર; અભક્ષ અથાણું આચર્યારે પાતિકને નહિં પાર. પરમધામિ. ૪. માતપિતા ગુરૂ એળવ્યારે, કિધા ક્રોધ અપાર; માન માયા લેભ મન વસ્યા, મતિ હીણ ગમાર. પરમાયામિ,