________________
હાળ-૧ ભરત ક્ષેત્રના માનવી રે, જ્ઞાની વિનારે મુંઝાય, તેણે કારણ તું મને ઘણું રે, પ્રભુજી મનમાં ચહાયરે, સ્વામી આ આણે ક્ષેત્ર. ૧. તુમ દર્શન જે દેખીયે રે, તે નિર્મળ થાય મારા નેત્ર રે, સ્વામી આવે આણે ક્ષેત્ર. ૨. ગાડરીયે પરિવાર મીત્યે રે, ઘણા કરે તે ખાસ, પરીક્ષા વંત છેડા હુઆ રે, સરઘાને વિશ્વાસ રે, સ્વામી. ૩. ધમની તે હાંસી કરે રે, પક્ષ વિહેણે સદાય, લેભ ઘણે જગ વ્યાપી રે, તેણે સાચું નવિ થાય છે, સ્વામી છે. સમાચારી જુદી જુદી રે, સહુ કહે મારે ધર્મ, ખાટું ખરું કેમ જાણીએ રે, તે કોણ ભાંગે ભમે રે, સ્વામી. ૫.
ઢાળ-૨ વરજી જ્યારે બહાં વિચારતા, ત્યારે વર્તતી શાંતિ રે, જે જન આવીને પૂછતા, તસ ભાંગતી ભ્રાંતિ રે. ૧. હૈ હૈિ જ્ઞાનીને વિરહ પડ્યો, તે તે દહે. મુજ દુખ રે. સ્વામી શ્રીમંધર તુજ વિના, તે મુજ કેણ કરે સુખ રે, હૈ હૈ. ૨. વિરહિણીની રચણી જેસી, તેસી મુજ ઘડી જાય રે, વાત મુખે નવનવી સાંભળી, પણ નિર્ણય નવિ થાય રે, હૈ હૈ. ૩. જે જે દુર્ભાગી છવડા, તે તે અવતર્યા આંહિ રે, ભુલા ભમે રે વાડેલીએ જીહાં કેવળી નહિં રે, હિં હં, ૪. ધન્ય મહાવિદેહના માનવી, જહાં જનજ આરોગ્ય રે, જ્ઞાન દર્શન ચરણ આદરી, સંયમ લીયે ગુરૂ રેગ રે, હૈ હિ૦ જ્ઞાનીને વિરડ પડે. ૫ -