________________
૨૦. જે એ શીખે એ સાંભળે, તેને અભિમાન ન હોય, તે ઘર -અવિચળ વધામણા, લેશે શિવપુર સોય, પ્રથમ પારણે૨૧
શ્રી મહાવીર સ્વામીનું પારણું
ભવિજન ભાવે ગાઈએ વિર કુંવરનું પારણું રે, સુણતાં ભણતાં સુધરે ધર્મ અર્થ ને કામ, મંગળ માળા - લચ્છી વિશાળ આ ભવમાં લહેર, પરભવ સ્વર્ગ અને
અપ વગ લહે શુભ ધામ, ભવિજન૧. કુંડન પુર વિષે પ્રાણત વિમાન થકી ચવી રે, અવતરીયા સિદ્ધાર કુળ ગયણ દિણંદ, ત્રિશલા માતા ઉરસર આ અભિનવ હંસલે રે, શુદિ આસાઢી છઠ્ઠ દિન ચરીયા ચરમ આણંદ, ભવિજન ૨. નવ મસ વાડા સાડા સાત દિવસ ગણે રહ્યા રે, ઉતરા ફાલ્ગની ચિતર શુદિ તેરસ શુભ ગ, પ્રભુછ જમ્યા તે દિન, નરકે અજવાળાં થયાં રે, દીધાં દાન ને માન યાચક નાઠાં રોગ, ભવિજન ૩. ફરકે ઘર ઘર તરીયા તેરણ ગુડીઓને ધજા રે, મુક્તા ફળના સ્વસ્તિક પૂરે મને હર બાલ; મુકત કર્યો બંદીજન, બિરૂડા વળી - બંદી ભણે રે, કુંડન પુરમાં વરતે ઘર ઘર મંગળ માળ, ભવિજન ૪. માતા ત્રિશલાજીને આનંદ માય ન અંગમાં રે, દેખી વીર કુંવરની કાયા કંચન વાન, વપુ શુભ કમળ નિરખી હરખે હૈયું માતનું રે, રૂપ પ્રભુનું દેખી ભુલ્ય રતિપતિ ભાન, ભવિજન ૫. શરદ શશીની કાંતિ પ્રભુ