________________
પામીએ પુન્ય પ્રભાજી. લાખ૦ ૩. ઢાલ૦ ૩. પાપ અઢારે જીવ પરિહરે, અરિહંત સિદ્ધની સાખેજ, આલેયાં પાપ છૂટીએ, ભગવંત ઈ પેરે ભાખે છે. પા૫૦ ૧ આશ્રવ કષાય દેય બંધવા, વળી કલહ અભ્યાખાજી, રતિ અરતિ પિશુન નિંદાને, માયાસ મિથ્યાત્વજ. પાપ૦ ૨. મન વચન કાયાયે જે કીધાં, મિચ્છામિ દુક્કડ દેહેજી, ગણિ સમય સુંદર ઈમ કહે, જન ધમને મર્મ અહજી.. પાપ૦ ૩. ઢાળ૦ ૪. ધન ધન તે દિન મુજ કદી હશે, હું પામીશ સંયમ સુધજી, પૂર્વ રૂષિ પથે ચાલશું, ગુરૂ વચને પ્રતિ બુદ્ધજી. ધન ૧. અંત પ્રાંત ભિક્ષા ગૌચરી રણવને કાઉસગ્ગ કરશું, સમતા શત્રુ મિત્ર ભાવશું, સવેગ શુદ્ધો ધરશું. ધન૨. સંસારના સંકટ થકી,. છૂટીશ જિન વચને અવધારેજી, ધન્ય સમય સુંદર છે. ઘડી, હું પામીશ ભવને પારેજી ધનધન. ૩.
શ્રી નવકાર મંત્રને છંદ
(દુહા) વંછિત પુરે વિવિધ પરે, શ્રી જિનશાસન સાર, નિશે. શ્રી નવકાર નિત્ય, જપતાં જય જયકાર. ૧. અડસઠ અક્ષર અક્ષર અધિક ફળ, નવપદ નવે નિધાન, વીતરાગ સ્વયં મુખ વદે, પંચ પરમેષ્ટિ પ્રધાન. ૨. એક જ અક્ષર એક