________________
કેવલીએ સાઈઠ સહાયા પ્રભુજી. એકાદશી વ્રત આવ્યું. ૬. કાન પુછે શ્રી નેમી જનને, પ્રભુ પ્રકાશે એકાદશી દિનને, સુવ્રત શેઠ સુખપાયા પ્રભુજી. એકાદશી વ્રત આવ્યું છે. ઉત્કૃષ્ટ વર્ષ અગીયાર આરાધ, જઘન્ય માસ અગીયારે સાધો, ઉજમણું કરીએ મન ભાયા પ્રભુજી. એકાદશી વ્રત આવ્યું ૮. જાપ જપ મલ્લીજિન કેરો ભવિયા, ભ્રાતૃસાગરસૂરિ ગુણના દરિયા, વૃધિચંદ્ર ગુણ ગાયા. પ્રભુજી, એકાદશી વ્રત અ ગ્યું. ૯.
શ્રી ચઉ શરણ
મુજને ચાર શરણાં -અરિહંત સિદ્ધ સુસાધુજી, કેવળી ધર્મ પ્રકાશીઓ, રત્ન અમૂલક લાધુજી. મુજને ૧. ચિહું ગતિ તણું દુઃખ છેદવા, સમરથ શરણું એહેજી, પૂર્વે મુનિવર હૂઆ, તેણે કીધાં શરણાં એહે. મુજને ૨. સંસાર માંહિ જીવને, સમરથ શરણા ચારેજી, ગણિ સમય સુંદર ઈમ કહે, કલ્યાણ મંગલ કાજી. મુજને ૩. લાખ ચોરાસી જીવ ખમાવીએ, મન ધરી પરમ વિવેકેજી, મિચ્છામિ દુકકડે દીજીએ, જીન વચને કહીએ ટેકેજી. લાખ. ૧. સાત લાખ ભૂગ તેક વાઉના, દશ ચૌદે વનના ભેદજી, ષટુ વિગલ સુરતિરિ નારકી, ચાર ચાર ચઉદે નરના ભેદેજી. લાખ૦ ૨. મુજ વૈર નહિ કેહ શું, સહુ શું મિત્રી ભાવેજી ગણિ સમય સુંદર ઈમ કહે,