________________
પીતાં, મહાવીરથી મનજો રે, ઝ અહેમ. ૩. વીર પ્રભુનું ધ્યાન ધરતાં, આતમ જતિ જાગે, આભવને પર ભવના સર્વે, અંતર વૈરી નાસેરે, છે અહમ૪. વીર પ્રભુનું શરણું સાચું, બીજે ક્યાં ઈન રીચે, ગુરૂજી એકજ રાહ બતાવે, મહાવીર મારગ સારે, ૩ અહે મહાવીર. ૫.
શ્રી પાર્શ્વનાથનું સ્તવન પાસજી તેરારે પાય, સ્વામી પલકમાં છેડક્યા ન જાય, તુમસે લગન લગી. લગલગી આખીયાને, રહી જાય, દુનિયામાં જે કંઈ ન આવે દાય, તુમસે. ૧. આછી આછી આંગીયાને, રંગે અનુપ, અજબ બન્યું છે. સાહિબા, આજનું રૂપ, તુમસે. ૨. શિર કાને, કર હૈયે, સેહે ઉદાર, મુગટ કુંડળ બાજુબંધને હાર, તુમસે. ૩. તુજ પદ પંકજ, મુજ મન ભંગ, ચિત્તમાં લાગેરે સાહિબા, ચેલને રંગ, તુમસે. ૪, દેવાધિદેવ તું તે, દીન દયાળ, ત્રિભુવન નાયક તુજને, નમું ત્રણ કાળ, તુમસે. ૫. લાંબી લાંબી બાહુડીને, બડે બડે નેણ, સુરતરૂ સરીખાં સાહિબા, શિવ સુખ દેણ, તુમસે. ૬. જુની જુની મુરતિને, જ્યાત અપાર, સુરત દેખીને પ્રભુની, મેહ્યો સંસાર, તુમસે. ૭. સત્તરસે એંશી સમેને, ચૈતર માસ, પુરણ માસે પહોતી પુરણ આશ, તુમસે. ૮. ઉદય રતન વાચક, વદે એમ, પાર્શ્વ સંખેશ્વર જતાં, વાળે છે પ્રેમ, તુમસે. ૯૦