________________
શ્રી સિદ્ધાચલની ભાવનાનું સ્વવન
વિમલાચળ વિમળા પ્રાણું, શીતળ તરૂ છાયા ઠરાણું, રસ વેધક કંચન ખાણ કહે ઈંદ્ર સુણે ઈંદ્રાણી, સનેહી સંત એ ગિરિ સેવે ચૌદ ક્ષેત્રમાં તીરથ નહીં એવે, હાંરે ત્રણ ભુવનમાં તીરથ નહીં એવો, સનેહી૧. ખટરી પાળી ઉલસીયે, છઠ અઠ્ઠમ કાયા કસીએ, મેહ મલ્લના સામા ધસીએ, વિમળાચલ વેગે વસીજે, સનેહી. ૨. અન્ય થાનક કમ જે કરીએ, તે હીમગિરિ હેઠા હરીએ, પાછળ પ્રદક્ષિણા ફરીએ, ભવજળ નિધિ હેલા તરીએ, સનેહી ૩. શીવ મંદિર ચઢવા કાજે, સંપાનની પંક્તિ બિરાજે, ચઢતાં સમકિતી છાજે, દુર્ભવ્ય અભવ્ય તે લાજે, સનેહી ૪. પાંડવ પમુહા કેઈ સંતા, આદીશ્વર ધ્યાન ધરંતા, પરમાતમ ભાવ ભજતા, સિદ્ધાચળ સિદ્ધા અનંતા. સનેહી ૫. ખટ માસી ધ્યાન ધરાવે, શુક રાજાનું જ તે પાવે, બાહિર અંતર શત્રુ હરાવે, શેત્રુંજે નામ ધરાવે. સનેહી ૬. પ્રણિધાને ભજો ગિરિ જા, તીર્થંકર નામ નીકા, મેહરાયને લાગે તમારો, શુભવીર વિમળગિરિ સાચે, સનેહી સંત એ ગિરિ સે. ૭.