________________
ઉડાડ્યો કાગ. એકવાર ૪. સાહિબ ખટરસ ભેજન બહુ કર્યા, સાહિબ તૃપ્તિ ન પામે લગાર, સાહિબ હું રે, અનાદિની ભુલમાં, સાહિબ રઝળે ઘણે સંસાર, એકવાર ૫. સાહિબ સજજન કુટુંબ મળ્યા ઘણા, સાહિબ તે તે દુખે દુખી થાય, સાહિબ જીવ એક ને કર્મ જુજુઆ, સાહિબ તેહથી દુર્ગતિ જાય. એકવાર ૬. સાહિબ ધન મેળવવા હું ધસમયે સાહિબ તૃષ્ણને ના પાર, સાહિબ લેશે લટપટ બહુ કરી, સાહિબ ન જે પાપ વ્યાપાર, એકવાર ૭. સાહિબ જેમ શુદ્ધાશુદ્ધ વસ્તુ છે, સાહિબ રવિકરે તેહ પ્રકાશ, સાહિબ તેમ હીજ જ્ઞાની મળે થકે તે તે આપે સમકિત વાસ, એકવાર ૮. સાહિબ મેઘ વરસે છે. વાડમાં, સાહિબ વરસે છે ગામે ગામ, સાહિબ ઠામ કુઠામ જુએ નહિ, સાહિબ એહવા મહેટાના કામ, એકવાર૦ ૯. સાહિબ હું વચ્ચે ભરતને છેડલે, સાહિબ તુમે વસ્યા મહા વિદેહ મઝાર, સાહિબ દૂર રહી કરૂં વંદના, સાહિબ ભવ સમુદ્ર ઉતારે પાર. એકવાર ૧૦ સાહિબ તુમ પાસે દેવ ઘણા વસે, સાહિબ એક મેકલજે મહારાજ, સાહિબ મુખને સંદેશ સાંભળે, સાહિબ તે સહેજે સરે મુજ કાજ. એકવાર) ૧૧. સાહિબ હું તુમ પગની જડી, સાહિબ હું તુમ દાસને દાસ, સાહિબ જ્ઞાન વિમળસૂરી એમ ભણે, સાહિબ મને રાખે તમારી પાસ. એકવાર મળેને મારા સાહિબા. ૧૨.