________________
શ્રી કષભદેવ જીન સ્તવન સમકિત દ્વાર ગભારે પસતાંજી, પાપ પડલ ગયા દૂરે, મોહન મરૂદેવીને લાડણજી, દીઠે મીઠે આનંદ પુરરે. સમકિત. ૧. આયુ વરછત સાતે કરમનીજી, સાગર કેડા કેડી હીનરે, સ્થિતિ પ્રથમ કરણે કરીજી, વીર અપૂરવા મેઘર લીનરે. સમકિત ૨ ભુંગળ ભાંગી આદ્ય કસાયની જી, મિથ્યાત મેહની સાંકળ સાથરે, બાર ઉઘાડ્યાં સમ સવેગનાંછ અનુભવ ભવને બેઠે નાથ, સમકિત. ૩. તેરણ બાંધ્યું જીવદયા તણું જ, સાથી પૂર્યા શ્રદ્ધારૂપરે, ધૂપ ઘટા પ્રભુ ગુણ અનુમોદનાજી, ધી ગુણ મંગલ આઠ અનુપરે, સમકિત૪. સંવર પણ અંગ પખાલણેજી, કેસર ચંદન ઉત્તમ ધ્યાનરે, આતમ ગુણ રૂચી મૃગમદ મહમહે, પંચાચાર કુસુમ પ્રધાન. સમક્તિ ૫. ભાવ પૂજાએ પાવન આતમાજી, પૂજે પરમેશ્વર પૂન્ય પવિત્રરે, કારણ જેને કારજ નીપજે, ખીમાવિજય જીન આગમ રીતરે, સમિતિ દ્વાર ગભારે પેસતાજી. ૬.
શ્રી ચીંતામણુ પાર્શ્વનાથનું સ્તવન
શ્રી ચિંતામણી પાર્શ્વ રે, વાત સુણે એક મોરી રે, માહરા મનના મરથ પૂરજે હું તે ભક્તિ ન છોડું તેરીરે. શ્રી. ૧. માહરી ખિજમતમાં ખામી નહિરે, તારે