________________
ગણેલે છે, તેને કાબુ પણ તેમણે ઠીક કેળવ્યું હતું. બાલ્યવયથી આરંભેલી નવપદની ઓળી દીક્ષા પર્યાયમાં ચાલુ જ હતી. વર્ધમાનતપની ૨૭ ઓળી કરી હતી. તેમજ પાસખમણ, મા ખમણ, સિદ્ધિતપ, વરસીતપ, છમાસી, ચાતુર્માસિક આદિ તથા પર્યુષણની અઠ્ઠાઈએ ઘણું વર્ષ સુધી આમ તપ સાધના ચાલુ જ હતી. દર વર્ષે અભિગ્રહના અઠ્ઠમ પણ કરતા તેમજ દ્રવ્ય પણ નિયમપૂર્વક જ વાપરતા હતા.
ભાષામાં મધુરતા હતી, દઢતા હતી, સાત્વિકતા હતી, તેમજ પ્રભાવશાલિતા હતી. લગભગ આદેય નામકર્મના ઉદયને અંગે તેઓશ્રીનું વચન કોઈ ઉત્થાપવાની હિંમત કરી શકતું નહિ. તેમની મધુર દેશનાથી ઘણું જગ્યાને સંઘના ઝઘડાઓ પણ દૂર થવા પામ્યા હતા. સ્વાર સમુદાય તેમની સેવા તેમજ હિતશિક્ષા સાંભળતા. તેઓશ્રીની હિત, મિત અને પ્રિય વાણીને એવે પ્રભાવ હતું કે તેમનાથી સમુદાયના કેઈપણ વ્યકિતને જુદાં વિચરવું પડતું તે વિરહનું અનહદ દુઃખ અનુભવવાને પ્રસંગ બની જતું હતું !
વાત્સલ્ય તે તેમનું અદૂભૂત હતું, એમને પ્રતાપ એ હતું કે કઈ તેમના વચનને અનાદર કરતું નહિ. મેટાથી નાના સુધી દરેક પ્રત્યે વિવેકપૂર્વક સમભાવ ધરાવતાં. સારી વસ્તુ બીજાને આપવામાં તેમને અધિક આનંદ થતે. પ્રસંગે બીજાને જ્ઞાન, ધ્યાનમાં સગવડ આપવા હંમેશાં તૈયાર રહેતાં.
જીવ માત્રને કર્મના ઉદય અનુસાર રૂચિની ભિન્નતા હોય છે. એમ સમજી દરેકની રુચિને સન્માર્ગે બળવા (સુધારવા)