________________
એ પ્રમાણે પિતાને ગાઢ વેદનીય કર્મને ઉદય આવતાં કોઈ ઉપાય લાગુ ન પડડ્યા, પૂજ્યપાદશ્રીને જેવાં જેવાં પ્રકારનું વેદનીય કર્મ ઉદયમાં આવ્યું તેને સમતાભાવે સહન કરતા કરતા સંવત્ ૨૦૦૯ ની સાલમાં વૈશાખ વદ છઠ્ઠના બુધવારને દિવસે મધ્ય રાત્રિએ બાર વાગે સ્વર્ગસ્થ થયાં.
તેઓશ્રીની ઉત્તરક્રિયા તેઓશ્રીને સંસારી સંબંધી ભીખાભાઈ વજેચંદ, સોમચંદ પિપટચંદ તથા શ્રી સકલસંઘે મળીને ઠાઠમાઠથી સારી રીતે કરી. તેઓશ્રીને સ્વર્ગવાસ થવાથી શિષ્યાદિ પરિવારને અનહદ આઘાત થયે, આવા સંસારોદ્ધારક પરમોપકારી ગુરુજીને વિરહ કેને દુઃખદાયક ન થાય? ચિરકાલના દીક્ષા પર્યાયના સંબંધે વિરહાનલનું દુઃખ થાય તે સ્વાભાવિક છે, પરંતુ સંગે વિગ સરજેલ છે, એમ વિચારીને વિરહાનલને શાંત કર્યો.
ગુરૂાણીજીના સ્વર્ગવાસ નિમિત્તે સ્તંભતીર્થ તથા રાજનગરના શ્રી સંઘે અઠ્ઠાઈ મહોત્સવ તથા શાંતિસ્નાત્ર, પૂજા, પ્રભાવના વિગેરે ઘણા આનંદ પૂર્વક કરી હતી, તેમજ પિટલાદ બોરસદ વિગેરે સ્થલે એ પણ અઠ્ઠાઈ મહોત્સવ પૂજા પ્રભાવના વિગેરે શાસનેન્નતિ સારી રીતે થએલ હતી, તેઓશ્રીનાં નિમિત્તે તપશ્ચર્યા તથા સ્વાધ્યાય વિગેરે સારા પ્રમાણમાં થયેલ હતું.
આમ પૂ. ગુરુણીજીના ગુણગ્રામેને પાર પામી શકીએ તેમ નથી છતાં ટુંકમાં પણ વર્ણન કરવાની ઉમેદ પાર પાડી છે