________________
૩૭
ભાવ ભલે મન આણીએ, ચિત્ત આણ ઠામ
સમતા ભાવે ભાવિએ, એ આતમરામ ધન ૬ સુખ દુઃખ કારણે જીવને, કેઈ અવર ન હોય;
કર્મ આપ જે આચરિયાં, ભેગવીએ સેય. ધન૭ સમતા વિણ જે અનુસરે, પ્રાણ પુન્ય કામ;
છાર ઉપર તે લીંપણું, ઝાંખર ચિત્રામ. ધન, ૮ ભાવ ભલી પરે ભાવીએ, એ ધર્મને સાર;
શિવગતિ આરાધન તણે. એ આઠમે અધિકાર ધન- ૯
ઢાલ સાતમી
રેવતગિરિ હુઆ. પ્રભુનાં ત્રણ કલ્યાણ. એ દેશી. હવે અવસર જાણ, કરી લેખણ સાર; અણસણ આદરિયે, પચ્ચખી ચારે આહાર, લલના સવિ મુકી, છાંડી મમતા અંગ;
એ આતમ ખેલે, સમતા જ્ઞાન તરંગ. ૧ ગતિ ચારે કીધાં, આહાર અનંત નિશંક પણ તૃપ્તિ ન પામે, જીવ લાલચીઓ રંક દુલહે એ વળી વળી અણસણને પરિણામ;
એહથી પામીજે, શિવ પદ સુરપદ ઠામ, ૨ ધન ધના શાલિભદ્ર, બંધે મેઘકુમાર, અણુસણ આરાધી, કે પામ્યા ભવને પાર; શિવ મંદીર જાશે, કરી એક અવતાર
આ આરાધન કરે, એ નવમે અધિકાર ૩