________________
ર૩.
ઘડ્યાં ઘડાવ્યાં જે ઘણુએ ઘરંટી હળ હથિઆર તે, - ભવ ભવ મેલી મુકીયાએ, કરતાં જીવ સંહાર તે. ૬. પાપ કરીને પિષીયા એ, જનમ જનમ પરિવાર તે; - જનમાન્તર પિત્યા પછી એ, કે ન કીધી સાર તે. ૭. આ ભવ પરભવ જે કર્યા છે, એમ અધિકારણે અનેક તે;
ત્રિવિધ ત્રિવિધ સરાવીએ, આણિ હદયંવિવેક તે. ૮. દુષ્કૃત નિંદા એમ કરીએ, પાપ કરે પરિવાર તે; . શિવગતિ આરાધન તણે એ, એ છઠ્ઠો અધિકાર તે ૯૯
ઢાલ છઠ્ઠી
આઘે તું જેને જીવડા, એ દેશી. ધન ધન તે દિન માહરે, જહાં કીધે ધર્મ
દાન શીયળ તપ ભાવના, ટાળ્યાં દુષ્કૃત કર્મ ધ૦ ૧ શેત્રાદિક તીર્થની, જે કીધી જાત્ર,
જુગતે જિનવર પૂછયા, વળી પિખ્યાં પાત્ર ધન ૨ પુસ્તક જ્ઞાન લખાવીયાં, જીર્ણહર જિન ચૈત્ય
સંધ ચતુર્વિધ સાચવ્યા, એ સાતે ક્ષેત્ર ધન૩ પડિકમણાં સુપરે ક્ય, અનુકંપા દાન;
સાધુ સૂરિ ઉવજઝાયને, દીધાં બહુ માન, ધન- ૪ ધર્મ કાજ અનુમોદીએ, એમ વારેવાર,
શિવગતિ આરાધન તણે, એ સાતમે અધિકાર. ધન૫