________________
૨૩૪
રયણી ભજન જે કર્યા છે, કીધાં ભક્ષ અભક્ષ,
રસના રસની લાલચેજી, પાપ કર્યો પ્રત્યક્ષરે. છનછ ૪. વ્રત લેઇ વિસારીયા, વળી ભાગ્યાં પચ્ચખાણ,
કપટ હેતુ કીરીયા કરી છે, કીધાં આપ વખણરે જનજીક ૫ ત્રણે ઢાળે આઠે દુહજી, આલેયા અતિચાર; શિવ ગતિ આરાધન તજી, એ પહેલે અધિકારરે.
જનજી મિચ્છામિદુષકર્ડ આજ ૬.
ઢાલ ચોથી
( સાહેલડી. એ દેશી.) પંચ મહાવ્રત આદરે સાહેલડીરે, અથવા તે વ્રત બાર તે; યથાશક્તિ વ્રત આદરે સાહેલડીરે, પાળે નિરતિચાર તે. :
૧, વ્રત લીધાં સંભારીએ સા. હડે ધરીએ વિચાર તે. શિવગતિ આરાધન તણે
સાએ બીજો અધિકાર છે. ૨. જીવ સવે ખમાવીએ સાવ નિ ચોરાશી લાખ તે, - મને શુદ્ધ કરી ખામણું સારુ કેઈશું રેષ ન રાખ તે. ૩. સર્વ મિત્ર કરી ચિંત સા. કેઈ ન જાણે શત્રુ તે, - રાગ દ્વેષ એમ પરિહરે સા, કીજે જન્મ પવિત્ર તે ૪.
સામી સંઘ ખમાવીઓ સા. જે ઉપની અપ્રીત તે; સજજન કુટુંબ કરી ખામણ સા. એ જીન શાસન રીતી તે. પ.