________________
- તેમના વિશાળ કુટુંબમાં દૂધપાછું જેમ પ્રીતિવાળા છગનભાઈ અને તેમનાં ધર્મપત્ની મંછાબાઈ એક આદર્શ યુગલ હતું. એવા એ શુકિત સ્થાનમાં સ્વાતિ નક્ષત્રના પહેલા જળબિંદુ (મોતી) રૂપ વિક્રમ સંવત ૧૯૩૧ના માગશર સુદ પાંચમના દિવસે આપણું ચરિત્રનાયક અનાગત પૂજ્યપાદ ચંપાશ્રીજી મહારાજ યાને સાંકળીબાઈએ જન્મ ધારણ કર્યો.
તેઓશ્રીને એક મોટી અને એક નાની અનુક્રમે સમરત. બેન અને પુતળીબેન એમ બે બહેન હતી. • માનવકુલમાં–આર્યક્ષેત્રમાં-જિનેન્દ્રવાસિત ધર્મવાળા ક્ષેત્રમાં એને તેમાંય ઉચ્ચ કુળ, ઉચ્ચ નીતિ અને ઉચ્ચ વારસાવાળા કુટુંબમાં જન્મ ધારણ કરે તે પણ પૂર્વકૃત મહાપુણ્યદયથી જ સાંપડે છે. પૂર્વકાલીન સંસ્કાર અને તેણે કરી આપેલી અનુકૂળતા.
આજે એરપ્લેન ઊડતાં થયાં તેમ રેકેટની ગતિએ ભારતમાં પાશ્ચાત્ય પવન ઘેર ઘેર ભરાઈ ગયું છે. અર્થ અને કામ પ્રધાન દેશોએ ધર્મ અને મોક્ષ પ્રધાન ભારત દેશમાં વર્ચસ્વ જમાવી દીધું છે. અને તેમની જ દેરવાણુથી સંસ્કાર વિભૂષિત આર્ય પ્રજામાં ઉતરેલાં કપડાંને ધારણ કરવારૂપ કુસંસ્કારને સંસ્કારિતાપણે ગણાવી “બકરું કાઢતાં ઊંટ પેસી જવાના” ન્યાયે પૃશ્યાસ્પૃશ્યની ભેળસેળતાએ, ભક્ષ્યાભઢ્યના ભાન વિનાની લાલસાએ નીતિના નામે અનીતિએ, સદાચરણના નામે અસદાચરણે અને સેવાના નામે ખીસાભરૂઓએ જોર જમાવી દીધું