________________
છે. જેથી દરેકમાં કર્મ પરિણામની જુદાશ સગી આંખે જોવા છતાંય એક લાકડે હાંકવા જેટલી જડતાએ ઘર ઘાલી દીધું છે.
દેવામાં પણ જુદી જુદી નિકા અને નાના મોટા દેવે છે. તિર્યમાં પણ પશુ પંખીઓ જુદી જુદી જાતનાં જ છે જેની આપણે ઓછીવત્તી કિંમત આંકીએ છીએ તે પછી વિચારક એવી માનવ પ્રજામાં બધાં જ માનવ સરખાં કેમ હોઈ શકે? તેમ નથી જ. છતાં તેમ માનવું છે તે કમળાના દર્દથી ધળી વસ્તુને પીળી જેવા બરાબર છે.
- કેટલાક ઉચ્ચ સંસ્કારે પૂર્વ જન્મની આરાધનામાંથી લઈને આવેલાં તેને ઉપરોક્ત ઉચ્ચ કુટુંબમાં જન્મ ધારણ કરવાથી પૂરતે વેગ મળે. માતપિતાની સંયમ જીવન સ્વીકારવાની ભાવના થઈ આવેલ અને તેમના પિતાશ્રી તે સંયમ લેવા માટે સાંસારિક વાસનાઓને તુચ્છ ગણું ચાલી નિકળેલા પણ પાછળથી “યમને દેવાય પણ યતિને ન દેવાય” એ લેકેતિ અનાદિ વાસનાજન્ય વિકૃતિને સાબિત કરે છે તે પ્રમાણે તેમના કુટુંબીઓ તેમને પાછા ધી લાવ્યા અને ત્યારબાદ તેજ ભાવનામાં સંસાર પ્રત્યે ઉદ્વિગ્ન એવા તેમના પિતાશ્રીનું એક જ વર્ષમાં સ્વર્ગગમન થયું. ત્રણેય પુત્રીઓની જવાબદારી માતા ઉપર આવી પડી. માતાએ ધીરજ ધરી ત્રણેય પુત્રીઓમાં ઉચ્ચ સંસ્કાર નાખવાનું કામ ચાલુ રાખ્યું. તે જમાનામાં જેમ નાની ઉંમરમાં લગ્ન થઈ જાય તેમ તે કુટુંબની વધારે પ્રતિષ્ઠા ગણાતી.