________________
જાન સજાઈ કરે ત્યાં સારી, હલબલ કરે ત્યાં દેવ મોરારિ વહુવારુ વાત કરે છે છાને, નહિ રહીયે ઘેરને જઈશું જાને ૪૬ છપ્પન કોડ જાદવને સાથ, ભેલા કૃષ્ણને બલભદ્ર ભ્રાતા ચઢયા ઘેડલે મ્યાના અસવાર,
સુખપાલ કે લાધે નહીં પાર છે ૪૭ ગાડ વેલને બગી બહુજોડી, મ્યાના ગાડીએ જતય ધરી બેઠા જાદવ તે વેઢ વાંકડીઆ,
સેવન મુગટ હીરલે જડિઆ છે ૪૮ છે કડાં ખેંચી બાજુબંધ કશીયા, શાલે દુશાલ એ છે રસિયા છપ્પન કરી તે બરાબરીઆ જાણું,
બીજા જાનૈયા કેટલા વખાણું છે ૪૯ . જાનડી શેભે બાલુડે વેશે, વિવેક મેતી પરવે કેશે ! સેળ શણગાર ધરે છે અંગે, લટકે અલબેલી ચાલે ઉમંગે પો લીલાવટ ટીલી દામણી ચળકે, જેમ વિજળી વાદળે સળકે ચંદ્રવદની મૃગા જો નેણું, સિંહ કટી જેહની નાગશી વેણુ ૫૧ રથમાં બેસીને બાળક ધવરાવે, બીજી પિતાનું ચીર સમરાવે છે એમ અનુક્રમે નાર છે ઝાઝી, ગાય ગીતને થાય છે રાજી પરા કેઈ કહે ધન્ય રાજુલ અવતાર, નેમ સરીખે પામી ભરથારા કેઈ કહે પુણ્ય નેમનું ભારી, તે થકી મળી છે રાજુલ નારી પડ્યા એમ અન્ય વાદ વદે છે, મેંઢાં મલકાવી વાત કરે છે કઈ કહે અમે જઈશું વહેલી, બળદને ઘી પાઈશું પહેલી પઝા