________________
૧૪૩
લીલાવટ ટીલડી શેભે બહુ સારી,
ઉપર દામણું મૂલની ભારી ૩૭ છે ચીર ચુંદડી ઘરળ સાડી, પીલી પટેલી માગશે દાહડી બાંટ ચુંદડીએ કસબી સહિએ,
દશરા દિવાળી પહેરવા જોઈએ છે ૩૮ છે મેંઘા મૂલના કમખા કહેવાય, એવડું નેમથી પુરું કેમ થાય માટે પરણ્યાની પાડે છે નાય, નારીનું પુરૂં શી રીતે થાય ૩૯. ત્યારે લક્ષમીજી બોલ્યાં પટરાણ, દિયરનાં મનની વાત મેં જાણી તમારૂં વયણ માથે ધરીશું, બેહનું પુર અમે કરીશું છે ૪૦ છે માટે પરણને અનોપમ નારી, તમારા ભાઈ કૃષ્ણમોરારિ બત્રીસ હજાર નારી છે જેહને, એકને પાડ ચઢશે તેહને ૪૧ાા માટે હૃદયથી ફીકર ટાળો, કાકાજી કેરૂં ઘર અજવાળો છે એવું સાંભળી ને ત્યાં હસિયા,
ભાભીના બેલ હદયમાં વસિયા છે ૪૨ છે ત્યાં તે કૃષ્ણને દીધી વધાઈ, નિશે પરણશે તમારો ભાઈ ! ઉગ્રસેન રાજા ઘેર છે બેટી, નામે રાજુલ ગુણની પેટી છે ૪૩ તેમજ કેરે વિવાહ ત્યાં કીધે, શુભ લગ્નને દિવસ લીધા મંડપ મંડાવ્યા કૃષ્ણજી રાય, તેમને નિત્ય ફુલેકાં થાય છે ૪૪ છે પીઠી ચોળેને માનિની ગાય, ધવલ મંગલ અતિ વર્તાય છે તરિયા તરણ બાંધ્યા છે બહાર,
મળી ગયા છે. સોહાગણ નાર ૪૫ .