________________
ગ૭ ગંગાજલ સારીખે, મૂકી મતિ હિણ, મુનિ મન રાચે છિલ્લરે, જીમ વાયસ દીણ; વંચક આચારજ અનેક, તિણે ભુલવિયા,
તે ધર્માતરે આદરે, જડમતિ બહુ ભવિયાં. ૩૬ પંચમ સુપન વિચાર એહ, સુણીઓ રાજાને, છઠે સેવન કુંભ દીઠ, મઈલે સુણિ કને, કે કે મુનિ દરસણું ચારિત્ર, ગ્યાન પૂરણ દેહા,
પાલે પંચાચાર ચારૂ, ડિ નિજ ગેહા. ૩૭ કે કપટી ચારિત્ર વેષ, લેઈ વિપ્રતારે, મઈ સેવન કુંભ છમ, પિંડ પાપે ભારે; છઠા સુપન વિચાર એહ,
સાતમે ઇંદિવર, ઉકરડે ઉતપતિ થઈ તે શું કહે જિણવર. ૩૮ પુણ્યવંત પ્રાણિ હુયે, પ્રાહિં મધ્યમ જાતિ, દાતા ભોક્તા અદ્ધિવંત, નિરમલ અવદાત; સાધુ અસાધુ જતિ વંદે, તવ સરીખા કિજે,
તે બહુ ભદ્રક ભવિયણે, એ ઉલ દીજે. ૩૯ રાજા મંત્રિપરે સુસાધુ, આપણું ગોપી, ચારિત્ર સુધુ રાખયે, સંવિ પાપ વિલેપી; સપ્તમ સુપન વિચારવીર, જિનવરે ઈમ કહિયે, અઠમ સુપનતણે વિચાર, સુણિમનગહગહિએ, દિધાનું પરભવ પુણ્ય ફલ, કાંઈ ન લહિયે; પાત્ર અપાત્ર વિચાર ભેદ, ભેલા નવિ લહેર્યો,
પુણ્ય અર્થે તે અર્થ, અર્થ કુપાત્રે દહસ્ય. ૪૧ ઉખર ભૂમિ દષ્ટ બિજ, તેહને ફલ કહિઍ, અષ્ટમ સુપન વિચાર ઈમ, રાજા મન ગ્રહિયે, એહ અનાગત સવિ સરૂપ, જાણિ તિણે કાલે,
દીક્ષા લીધી વીર પાસ, રાજા પુન્યપાલે કર
છે ઢાલ ૫ | રાગ ગોડિ ઇદ્રભૂતિ અવસર લહિરે, પુછે કહો જિનરાય