________________
|| ઢાલ ૪ | શ્રાવક સિંધુર સારિખા, જીન મતના રાગી, ત્યાગી સહ ગુરૂ દેવધર્મ, તત્વે મતિ જાગિ; વિનય વિવેક વિચારવંત, પ્રવચન ગુણ પૂરા,
એહવા શ્રાવક હેયસે, મતિમંત સનુરા. ૨૯ લાલચે લાગા ડિલે, સુખેં રાચિ રહિયા, ઘરવાસે આશા અમર, પરમારથ દહિયાનું વ્રત વૈરાગ થકિ નહિ, કઈ લેશે પ્રાયે;
- ગજ સુપને ફલ એહ, નેહ નવિ માંહમાંહે૩૦ વાનર ચંચલ ચપલ જાતિ, સરખા મુનિ મોટા, આગલ હાસ્ય લાલચિ, ભી મન ખોટા આચારજ તે આચારહિણ, પ્રાયે પરમાદિ, ધર્મ ભેદ કરત્યે ઘણા, સહજે સ્વારથ વાદી. ૩૧ કે ગુણવંત મહંત સંત, મેહન મુનિ રૂડા; મુખ મીઠા માયાવિયા, મનમાં કુડા કરયે માંહોમાંહે વાદ, પર વાદે નાસે,
- બીજા સુપન તણે વિચાર, ઈમ વીર પ્રકાશે. ૩૨ કલ્પવૃક્ષ સરિખા હૈયે, દાતાર ભલેરા, દેવ ધર્મ ગુરુ વાસના, વરિ વારિન વેરા સરલ વૃક્ષ સવિને દીઓં મનમાં ગહગહતા,
| દાતા દુર્લભ વૃક્ષ, રાજ ફલ કુલે 2હતા. ૩૩ કપટી જિનમતલિંગિયા, વળી બબૂલ સરિખા, ખીર વૃક્ષ આડા થયા, જીમ કટંક તિખા; દાન દેયંતાં વારસી, અન્ય પાવન પાત્રી,
ત્રિજા સુપન વિચાર કહ્યું, નિજ ધર્મવિધાત્રી. ૩૪ સિંહ કલેવર સારિખ, નિજ શાસન સબલે, અતિ દુર્દીત અગાહનિય, જિનવાયકજમલે પરશાસન સાવજ અજ, તે દેખી કપ,
ચઉથા સુપન વિચાર ઈમ, જિનમુખથી જપ. ૩૫