________________
وی
॥ મહાવીર સ્વામીનું હાલરડું li
માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે,
ગાવે હાલેા હાલા હાલાનાં ગીત । સેના રૂપાને વળી રત્ને જડીયુ પારણુ,
રેશમ દોરી ઘુઘરી વાગે છુમ છુમ રીત ।
હાલા હાલા હાલા હાલા મારા વીરને ॥
જિનજી પાર્શ્વ પ્રભુથી વર્ષે અઢીસે અંતરે,
હાથે ચાવીશમા તીર્થંકર જીન પરિણામ । કેશીસ્વામી મુખથી એહવી વાણી સાંભળી, સાચી સાચી હુઈ તે મારે અમૃત વાણુ । હાલા ચૌઢ સ્વપ્ને હાવે ચડ્ડી કે જીનરાજ,
વીત્યા મારે ચટ્ઠી નહી હવે ચક્રી રાજ ! જીનજી પાર્શ્વ પ્રભુના શ્રી કેશી ગણુધાર,
તેહને વચને જાણ્યા ચેાવીશમા જીનરાજ
મારી કુખે આવ્યા ત્રણ ભુવન શીરતાજ,
મારી કુખે આવ્યા તારણ તરણ જહાજ, હુતા પુણ્ય પનાતી ઇંદ્રાણી થઈ આજ । હાલા॰ ॥ ૩ ॥
મુજને દોહલા ઉપન્યા બેસું ગજ ખાડીએ,
સિહાસન પર બેસું ચામર છત્ર ધરાય ।
૨
એ સહુ લક્ષણુ મુજને નંદન તારા તેજનાં,
તે ક્રિન સાંભરૂને આણુંદ અગ્ર ન માય ! હાલેા ॥ ૪ ॥
O