________________
કરતલ પગતલ લક્ષણ એક હજારને આઠ છે,
તેહથી નિશ્ચય જાણ્યા અનવર શ્રી જગદીશ નંદન જમણી જૉ લંછન સિંહ બીરાજતે,
તે પહેલે સ્વપ્ન દીઠે વિશવાવીશ હાલે | ૫ | નંદન નવલા બંધવ નંદિવર્ધનના તમે.
નંદન જાઈએના દેવર છો સુકમાલ હસશે ભેજાઈએ કહી દીઅર મહારા લાડકા,
હસશે રમશે ને વળી શુંટી ખણશે ગાલા હસશે રમશેને વળી હુંસા દેશે ગાલા હાલે છે ૬ નંદન નવલા ચેડા રાજાના ભાણેજ છે, - નંદન નવલી પાંચશે મામીના ભાણેજ છે ! નંદન મામલીયાના ભાણેજા સુકુમાલ,
હસશે હાથે ઉછાળી કહીને નાના ભાણેજા. આંખે આંજીને વળી ટપકું કરશે ગાલ હાલો૦ | ૭ છે નંદન મામા મામી લાવશે ટોપી આંગલા,
રત્ન જડીયાં ઝુલણાં મોતી કસબી કેરા નીલાં પીળાં ને વળી રાતાં સર્વે જાતિનાં,
પહેરાવશે મામી મારા નંદકિશોર ! હા. ૮ છે નંદન મામા મામી સુખડલી બહુ લાવશે,
નંદન ગજુવે ભરશે લાડુ મોતી ચૂર છે નંદન મુખડાં જોઈને લેશે મામી ભમણું,
નજન મામી કહેશે છે સુખ ભરપુર હાલે છે ?