________________
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
૬૯ લઈ ચિત્તવૃત્તિને સ્થિર થાય એવી નિવૃત્તિમાં બેસવાનું બહુ અવશ્ય છે. અને ઉપાધિમાં પણ નિવૃત્તિને લક્ષ રાખવાનું સ્મરણ રાખજે. એટલે વખત આયુષ્યને તેટલે જ વખત જીવ ઉપાધિને રાખે તે મનુષ્યત્વનું સફળ થવું કયારે સંભવે? મનુષ્યત્વના સફળપણ માટે જીવવું એ જ કલ્યાણકારક છે, એ નિશ્ચય કર જોઈએ. અને સફળપણા માટે જે જે સાધનની પ્રાપ્તિ કરવી યોગ્ય છે, તે પ્રાપ્ત કરવા નિત્ય પ્રતિ નિવૃત્તિ મેળવવી જોઈએ, નિવૃત્તિના અભ્યાસ વિના જીવની પ્રવૃત્તિ ન ટળે એ પ્રત્યક્ષ સમજાય તેવી વાત છે.
નિત્ય નિયમમાં તમને અને બધા ભાઈઓને હમણું તે એટલું જ જણાવું છું કે જે જે વાટેથી અનંતકાળથી ગ્રહાયેલા આગ્રહને, પિતાપણને અને અસત્સંગનો નાશ થાય છે તે વાટે વૃત્તિ લાવવી, એ જ ચિંતન રાખવાથી અને પરભવને દઢ વિશ્વાસ રાખવાથી કેટલેક અંશે તેમાં જય પમાશે.
સફળ થયેલા વખતને માટે આનંદ માને અને આજનો દિવસ પણ સફળ કરે. નિષ્ફળ થયેલા દિવસને માટે પશ્ચાતાપ કરી નિષ્ફળતા વિસ્મૃત કરે.
ક્ષણ ક્ષણ જતાં અનંતકાળ વ્યતીત થયા છતાં સિદ્ધિ થઈ નહીં.
અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્યથી અભેદ એવા આત્માને એક પળ પણ વિચાર કરે.
આરંભ અને પરિગ્રહ પરથી વૃત્તિ મળી પાડવાનું અને સલ્હાઅના પરિચયમાં રૂચિ કરવાનું પ્રથમ કઠણ પડે છે, કેમ કે જીવને અનાદિ પ્રકૃતિભાવ તેથી જુદો છે, તે પણ જેણે તેમ કરવાને નિશ્ચય કર્યો છે, તે તેમ કરી શક્યા છે, માટે વિશેષ ઉત્સાહ રાખી તે પ્રવૃત્તિ કર્તવ્ય છે. સર્વ મુમુક્ષુઓએ આ વાતને નિશ્ચય અને નિત્ય નિયમ કરવો ઘટે છે. પ્રમાદ અને અનિયમિતપણું ટાળવું ઘટે છે. નિયમિતપણે નિત્ય સગ્રંથનું વાંચન તથા મનન રાખવું યેગ્ય છે.
% શાંતિ