________________
પ્રજ્ઞાવભેાધનુ' શૈલી સ્વરૂપ
કહીએ? ઉપર જણાવ્યું છે તેટલું જ સમજવાને માટે સઘળાં શાસ્ત્રો પ્રતિપાદિત થયાં છે. ધર્મ ધ્યાન લક્ષ્યાથી થાય એ જ આત્મહિતના રસ્તા છે.
૬૨
ચિત્તના સકલ્પ વિપથી રહિત થવુ એ મહાવીરના માર્ગ છે. અલિપ્ત ભાવમાં રહેવું એ વિવેકીનુ કર્તવ્ય છે.
જેનું અપાર મહાત્મ્ય છે, એવી તી કરદેવની વાણીની ભક્તિ કરો. ૐ શાન્તિ
શિક્ષાપાઠ : ૨૪, આરંભ પરિગ્રહની નિવૃત્તિ ઉપર જ્ઞાનીએ આપેલા ઘણા ભાર
જ્ઞાનીપુરૂષોએ વાર વાર આરંભ પરિગ્રહના ત્યાગનું ઉત્કૃષ્ટપણુ કહ્યું છે, અને ફરી ફરી તે ત્યાગના ઉપદેશ કર્યાં છે, અને ઘણું કરી પોતે પણ એમ વર્યાં છે; માટે મુમુક્ષુ પુરૂષને અવશ્ય કરી તેની સંક્ષેપ વૃત્તિ જોઈ એ, એમાં સંદેહ નથી.
આરભ પરિગ્રહના ત્યાગ કયા કયા પ્રતિબંધથી જીવ ન કરી શકે, અને તે પ્રતિબંધ કયા પ્રકારે ટાળી શકાય એ પ્રકારે મુમુક્ષુ જીવે પોતાના ચિત્તમાં વિશેષ વિચાર-અંકુર ઉત્પન્ન કરી કંઈપણ તથારૂપ ફળ આણવું ઘટે, જો તેમ કરવામાં ન આવે તે તે જીવને મુમુક્ષુતા નથી, એમ પ્રાયે કહી શકાય.
આર'ભ પરિગ્રહના ત્યાગ કયા પ્રકારે થયેા હાય તા યથાથ કહેવાય તે પ્રથમ વિચાર કરી પછી ઉપર કહ્યો તે વિચાર-અ'કુર મુમુક્ષુ જીવે પેાતાના અંતઃકરણમાં અવશ્ય ઉત્પન્ન કરવા યાગ્ય છે.
ગૃહાદિ પ્રવૃત્તિના ચેાગે ઉપયાગ વિશેષ ચલાયમાન રહેવા યાગ્ય છે, એમ જાણીને પરમપુરૂષ સસંગ પરિત્યાગના ઉપદેશ કરતા હતા.
ઉત્કૃષ્ટ સ`પત્તિનાં ઠેકાણાં જે ચક્રવર્ત્યાદિ પદ તે સ” અનિત્ય દેખીને વિચારવાન પુરૂષો તેને છેડીને ચાલી નીકળ્યા છે; અથવા પ્રાર