________________
પ્રસ્તાવબોધનું શૈલી સ્વરૂપ તન અને શુદ્ધ, સ્પષ્ટ વાણુ એ શુચિ છે.
મનને વશ કર્યું તેણે જગતને વશ કર્યું. અલ્પ આહાર, અલ્પવિહાર, અલ્પ નિદ્રા, નિયમિત વાચા, નિયમિત કાયા અને અનુકૂળ સ્થાન એ મનને વશ કરવાનાં ઉત્તમ સાધને છે.
૩શાંતિ
શિક્ષાપાઠઃ ૨૧. તપ જે જે વખતે તપશ્ચર્યા કરવી તે તે વખતે સ્વચ્છેદથી ન કરવી, અહંકારથી ન કરવી, લેકેને લીધે ન કરવી. જીવે જે કાંઈ કરવું તે સ્વચ્છેદન કરવું. હું ડાહ્યો છું એવું માન રાખવું તે કયા ભવને માટે? “હું ડાહ્યો નથી એવું સમજ્યા તે મેક્ષે ગયા છે. મુખ્યમાં મુખ્ય વિક્ત સ્વચ્છેદ છે. જેને દુરાગ્રહ છેદયે તે લેકેને પણ પ્રિય થાય છે.
જ્ઞાનની પ્રત્યેક આજ્ઞા કલ્યાણકારી છે. માટે તેમાં ન્યુનાધિક કે મોટા નાનાની કલ્પના કરવી નહી, તેમજ તે વાતને આગ્રહ કરી ઝઘડો કર નહીં, જ્ઞાની કહે તે જ કલ્યાણને હેતુ છે એમ સમજાય તે સ્વચ્છેદ મટે, આજ યથાર્થ જ્ઞાની છે માટે તે કહે તે જ પ્રમાણે કરવું. બીજા કેઈ વિકલ્પ કરવા નહીં. જેમ એક વરસાદથી ઘણી વનસ્પતિ ઊગી નીકળે છે, તેમ જ્ઞાનીની એક પણ આજ્ઞા આરાધતાં ઘણા ગુણે પ્રગટે છે. | તીર્થકરે ઉપવાસ કરવાની આજ્ઞા આપી છે તે માત્ર ઇન્દ્રિયને વશ કરવા માટે, એકલા ઉપવાસ કરવાથી ઈન્દ્રિયે વશ થતી નથી, પણ ઉપયોગ હેય તે, વિચાર સહિત થાય તે વશ થાય છે. જેમ લક્ષ વગરનું બાણ નકામું જાય છે. તેમ ઉપયોગ વિનાને ઉપવાસ આત્માથે થતું નથી. લૌકિક અને અલૌકિક એવા બે ભાવ છે. લૌકિકથી સંસાર અને અલૌકિકથી મેક્ષ. રૂઢિએ કાંઈ કલ્યાણ નથી. આત્મા બદ્ધ વિચારને પામ્યા વિના કલ્યાણું થાય નહીં.