________________
૪૮
પ્રજ્ઞાવધનું શૈલી સ્વરૂપ જે અચિંત્ય દ્રવ્યની શુદ્ધ ચિતિ સ્વરૂપ કાંતિ પરમ પ્રગટ થઈ અચિંત્ય કરે છે, તે અચિંત્ય દ્રવ્ય સહજ સ્વાભાવિક નિજસ્વરૂપ છે એવો નિશ્ચય જે પરમ કૃપાળુ સત્પરૂપે પ્રકા તેને અપાર ઉપકાર છે.
ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ વેત થઈ જાય છે. પણ કંઈ ચંદ્ર ભૂમિરૂપ કેઈ કાળે તેમ થતું નથી, એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એ આ આત્મા તે ક્યારે પણ વિશ્વરૂપ થતું નથી, સદા સર્વદા મૈતન્ય રૂપજ રહે છે, વિશ્વમાં જીવ અભેદતા માને છે એજ ભ્રાંતિ છે.
જેમ આકાશમાં વિશ્વને પ્રવેશ નથી. સર્વ ભાવની વાસનાથી આકાશ રહિત જ છે, તેમ સમ્યક્રુષ્ટિ પુરૂષ પ્રત્યક્ષ સર્વથી ભિન્ન, સવ, અન્ય પર્યાયથી રહિત જ આત્મા દીઠે છે. જેની ઉત્પત્તિ કેઈ પણ અન્ય દ્રવ્યથી થતી નથી તેવા આત્માને નાશ પણ ક્યાંથી હોય?
અજ્ઞાનથી અને સ્વસ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની ભ્રાંતિ છે, તેજ ભ્રાંતિ નિવૃત્ત કરી શુદ્ધ રૌતન્ય નિજ અનુભવ પ્રમાણ સ્વરૂપમાં પરમ જાગૃત થઈ જ્ઞાની સદાય નિર્ભય છે. એજ સ્વરૂપના લક્ષથી સર્વ જીવ પ્રત્યે સામ્યભાવ ઉત્પન્ન થાય છે. સર્વ પરદ્રવ્યથી વૃત્તિ વ્યાવૃત્ત કરી આત્મા અકલેશ સમાધિને પામે છે.
પરમ સુખસ્વરૂપ, પરમોત્કૃષ્ટ શાંત, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સમાધિને સર્વકાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર, તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેને તે પુરુષોને નમસ્કાર. સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ મૈતન્ય સ્વરૂપ, પરમોત્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું, ત્યાં વિક્ષેપ છે? વિકલ્પ શે? ભય છે? ખેદ છે? બીજી અવસ્થા શી? હું માત્ર નિવિકલ્પ શુદ્ધ શુદ્ધ પ્રકૃષ્ટ શુદ્ધ પરમ શાંત ચૌતન્ય છું. હું માત્ર નિવિકલ્પ છું. હું નિજ સ્વરૂપમય ઉપયોગ કરું છું. તન્મય થાઉં છું.
અમને તે એમ લાગે છે કે આ જગત પ્રત્યે અમારે પરમ ઉદાસીન ભાવ વતે છે, તે સાવ સેનાનું થાય તે પણ અમને તૃણવત