________________
૪૬
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ હે જીવ! તારે વિષે કંઈપણ આ સંસારને વિષે ઉદયાદિ ભાવે પણ મૂછ વર્તતી હેય તે તે ત્યાગ કર, ત્યાગ કર. તે મૂઈનું કાંઈ ફળ નથી, સંસારમાં ક્યારેય પણ શરણત્વાદિપણું પ્રાપ્ત થયું નથી, અને અવિચારપણ વિના તે સંસારને વિષે મોહ થવા યોગ્ય નથી. જે મોહ અનંત જન્મ મરણને અને પ્રત્યક્ષ ખેદને હેતુ છે. દુઃખ અને કલેશનું બીજ છે, તેને શાંત કર, તેને ક્ષય કર. હે જીવ, એ વિના બીજે કઈ હિતકારી ઉપાય નથી, એ વગેરે ભાવિત્મતાથી વૈરાગ્યને શુદ્ધ અને નિશ્ચલ કરે છે. જે કઈ જીવ યથાર્થ વિચારથી જુએ છે, તેને આજ પ્રકારે ભાસે છે...હિતકારીપણું માત્ર અસંગ વિચાર વિના કેઈ અન્ય ઉપાય નથી એમ વિચારી, તે ખેદ યથાશક્તિ વિચારથી, જ્ઞાની પુરૂના વચનામૃતથી, તથા સાધુ પુરૂષના આશ્રયસમાગમાદિથી અને વિરતીથી ઉપશાંત કરે એજ કર્તવ્ય છે.
મહતગુણનિષ્ટ સ્થવિર આર્ય શ્રી ડુંગર જયેષ્ઠ સુદી ૩ સેમવારની રાત્રીએ નવ વાગ્યે સમાધિ સહિત દેહમુક્ત થયા.
આર્ય ત્રિભુવને અ૫સમયમાં શાંતવૃત્તિથી દેહત્સર્ગ કર્યાને ખબર શ્રુત થયા. સુશીલ મુમુક્ષુએ અન્ય સ્થાન ગ્રહણ કર્યું. આર્ય ત્રિભુવને દેહોત્સર્ગ કર્યાના ખબર તમને મળ્યા, તેથી ખેદ થયે તે યથાર્થ છે. આવા કાળમાં આર્ય ત્રિભુવન જેવા મુમુક્ષુઓ વિરલ છે. દિનપ્રતિદિન શાંત અવસ્થાએ કરી તેને આત્મા સ્વરૂપ-લક્ષિત થતું હતું. કર્મતત્વને સૂક્ષ્મપણે વિચારી, નિદિધ્યાસન કરી આત્માને તદનુયાયી પરિણતિને નિરોધ થાય એ તેને મુખ્ય લક્ષ હતે. વિશેષ આયુષ્ય હોત તે તે મુમુક્ષુ ચારિત્રમોહને ક્ષીણ કરવા પ્રત્યે અવશ્ય પ્રવર્તત.
જેટલી સંસારને વિષે સાર પરિણતિ મનાય તેટલી આત્મજ્ઞાનની ન્યૂનતા શ્રી તીર્થકરે કહી છે.
» શાંતિ