________________
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ
૪૫ હતું, મુમુક્ષુતા જેનામાં ઉત્તમ પ્રકારે દીપી નીકળી હતી, એ એ. જૂઠાભાઈને પવિત્રાત્મા આજે જગતને, આ ભાગને ત્યાગ કરીને. ચાલ્યા ગયે. આ સહચારીઓથી મુક્ત થયો. ધર્મના પૂર્ણાહૂલાદમાં, આયુષ્ય અચિંતું પૂર્ણ કર્યું. અરેરે! એવા ધર્માત્માનું ટૂંકું જીવન. આ કાળમાં હોય એ કંઈ વધારે આશ્ચર્યકારક નથી. એવા પવિત્રાત્માની. આ કાળમાં કયાંથી સ્થિતિ હોય? બીજા સંગીઓના એવા ભાગ્ય કયાંથી. હોય કે આવા પવિત્રાત્માનાં દર્શનનો લાભ અધિક કાળ તેમને થાય ?
મેક્ષમાર્ગને દે એવું જે સમ્યકત્વ જેનાં અંતરમાં પ્રકાશ્ય હતું, એવા પવિત્રાત્મા જૂઠાભાઈને નમસ્કાર હો નમસ્કાર હે ! એવાં રત્નનું લાંબુ જીવન પરંતુ કાળને પોષાતું નથી. ધમેચ્છકને એ. અનન્ય સહાયક માયાદેવીને હેવા દેવો યેગ્ય ન લાગે.
- આ આત્માને આ જીવનને રાહસ્મિક વિશ્રામ કાળની પ્રબળ દૃષ્ટિએ. ખેંચી લીધે. જ્ઞાનદષ્ટિથી શેકને અવકાશ નથી મનાતે, તથાપિ તેના ઉત્તમોત્તમ ગુણે તેમ કરવાની આજ્ઞા કરે છે, બહુ સ્મરણ થાય છે, વધારે નથી લખી શકતે. સત્યપરાયણના સ્મરણથે બને તે એક શિક્ષાગ્રંથ લખવા વિચારું છું.
- ચિ. ચંદુના સ્વર્ગવાસના ખબર વાંચી ખેદ થયે. જે જે પ્રાણીઓ, દેહ ધારણ કરે છે, તે તે પ્રાણીઓ તે દેહને ત્યાગ કરે છે, એમ આપણને પ્રત્યક્ષ અનુભવ સિદ્ધ દેખાય છે, તેમ છતાં આપણું ચિત્ત તે દેહનું અનિત્યપણું વિચારી નિત્ય પદાર્થના માર્ગને વિષે ચાલતું નથી એ શોચનીય વાતને વારંવાર વિચાર કરો યેગ્ય છે. મનને ધીરજ આપી. ઉદાસી નિવૃત્ત કયે છૂટકો છે. દીલગીરી ન કરતાં ધીરજથી તે દુઃખ સહન કરવું એજ આપણે ધર્મ છે.
આ દેહ જ્યારે ત્યારે એમજ ત્યાગવાને છે, એ વાત સ્મરણમાં આવ્યા કરે છે, અને સંસાર પ્રતિ વૈરાગ્ય વિશેષ રહ્યા કરે છે. પૂર્વ કર્મને અનુસરી જે કંઈપણ સુખ દુખ પ્રાપ્ત થાય તે સમાન ભાવથી વેદવું એ જ્ઞાનીની શિખામણ સાંભરી આવી છે, તે લખી છે. માયાની, રચના ગહન છે.