________________
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
૩૬૫. સુખધામ અનંત સુસંત ચહી, દિનરાત્ર રહે તદ્ ધ્યાન મહીં; પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વરતે જય તે.
| # શાંતિઃ શાંતિઃ શાંતિઃ હે પરમ કૃપાળુદેવ! જન્મ, જરા, મરણદિ સર્વ દુઓને. આત્યંતિક ક્ષય કરનારે એ વીતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે. અનંત કૃપા કરી મને આપે, તે અનંત ઉપકારને પ્રતિઉપકાર વાળવા. હું સર્વથા અસમર્થ છું, વળી આપ શ્રીમત્ કંઈ પણ લેવાને સર્વથા. નિસ્પૃહ છે, જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપનાં ચરણારવિન્દમાં નમસ્કાર કરું છું.
આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યત અખંડ જાગૃત રહે એટલું માગું છું તે. સફળ થાઓ.
જેને કઈ પણ પ્રત્યે રાગ-દ્વેષ રહ્યા નથી, તે મહાત્માને વારંવાર નમસ્કાર..
મન, વચન, કાયાના જગમાંથી જેને કેવળી સ્વરૂપ ભાવ થતાં. અહંભાવ મટી ગયું છે એવા જે જ્ઞાની પુરૂષ તેનાં પરમ ઉપશમરૂપ. ચરણારવિંદ તેને નમસ્કાર કરીવારંવાર તેને ચિંતવી, તે જ માગમાં. પ્રવૃત્તિની તમે ઈચ્છા કર્યા કરે એ ઉપદેશ કરી, આ...પૂરે કરું છું.. | વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ !!!
અદ્ભુત ! અદ્ભુત! અદ્ભુત ! પરમ અચિંત્ય એવું હે હરિ, તારૂં સ્વરૂપ, તેને પામર પ્રાણી એ હું કેમ પાર પામું ? હું જે તારે અનંત બ્રહ્માંડમાં એક અંશ તે તને શું જાણે? સર્વસત્તાત્મક જ્ઞાન જેના મધ્યમાં છે એવા હે હરિ, તને ઈચ્છું છું. ઈચ્છું છું, તારી કૃપાને ઈચ્છું છું. તને ફરી ફરી હે હરિ, ઈચ્છું છું. હે શ્રીમાન પુરુષોત્તમ, તું અનુગ્રહ કર ! અનુગ્રહ ! !
# શાંતિ જ સમાપ્ત ક