________________
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ થવા પછી સંસારી કિયા રસરહિતપણે થવી સંભવે છે. ઘણું કરી એવી કઈ પણ કિયા તે જીવની હતી નથી કે જેથી પરમાર્થને વિષે ભ્રાંતિ થાય અને જ્યાં સુધી પરમાર્થને વિષે બ્રાંતિ થાય નહીં ત્યાં સુધી બીજી ક્રિયાથી સમ્યકત્વને બાધ થાય નહીં એટલે અંશે ભાવ પ્રતિબંધ ન હોય તેટલે અંશે જ સમ્યક્દષ્ટિપણું તે જીવને હેય છે.
અનંતાનુબંધી કેધ, માન, માયા, લેભ, સમ્યકત્વ સિવાય ગયા સંભવે નહી. એમ જે કહેવાય છે તે યથાર્થ છે.... પરમાર્થ માગનું લક્ષણ એ છે કે અપરમાર્થને ભજતાં જીવ બધા પ્રકારે કાયર થયા કરે, સુખે અથવા દુઃખે. દુઃખમાં કાયરપણું કદાપિ બીજા નું પણ સંભવે છે, પણ સંસારસુખની પ્રાપ્તિમાં પણ કાયરપણું પરમાર્થમાગી પુરૂષને હોય છે.
તેવું નિરસપણું જીવન પરમાર્થજ્ઞાને અથવા પરમાર્થજ્ઞાની પુરૂષના નિશ્ચયે થવું સભવે છે, બીજા પ્રકારે થવું સંભવતું નથી. પરમાર્થાને અપરમાર્થરૂપ એ આ સંસાર જાણ પછી તે પ્રત્યે તીવ્ર એવો ક્રોધ, માન, માયા કે લોભ કેણ કરે? કે ક્યાંથી થાય? સંસારને વિષે ભ્રાંતિ પણે જાણેલું સુખ તે પરમાર્થ જ્ઞાને ભ્રાંતિજ ભાસે છે, અને જેને બ્રાંતિ ભાસી છે તેને પછી તેનું મહાભ્ય શું લાગે? એવી મહામ્યદષ્ટિ પરમાર્થજ્ઞાની પુરૂષના નિશ્ચયવાળા જીવને હોય છે, તેનું કારણ પણ એજ છે......જે વસ્તુનું મહાસ્ય દષ્ટિમાંથી ગયું તે વસ્તુને અર્થે અત્યંત કલેશ થતું નથી.
જેમ છે તેમ નિજ સ્વરૂપ સંપૂર્ણ પ્રકાશે ત્યાં સુધી નિજ સ્વરૂપના નિદિધ્યાસનમાં સ્થિર રહેવાને જ્ઞાની પુરૂષનાં વચને આધારભૂત છે, એમ પરમ પુરૂષ શ્રી તીર્થકરે કહ્યું છે, તે સત્ય છે. બારમે ગુણ સ્થાનકે વર્તતા આત્માને નિદિધ્યાસનરૂપ ધ્યાનમાં શ્રુતજ્ઞાન એટલે મુખ્ય એવાં જ્ઞાનીનાં વચનને આશય ત્યાં આધારભૂત છે, એવું પ્રમાણ જિનમાગને વિષે વારંવાર કહ્યું છે. બાધબીજની પ્રાપ્તિ થયે, નિર્વાણમાગની યથાર્થ પ્રતીતિ થયે પણ તે માર્ગમાં યથાસ્થિત સ્થિતિ થવાને અર્થે જ્ઞાની પુરૂષને આશ્રય મુખ્ય સાધન છે અને તે ઠેઠ પૂર્ણ દશા થતાં