________________
૩૩૮
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ જે સમયે સર્વથા રાગદ્વેષ ક્ષય થાય તેને બીજે જ સમયે કેવળજ્ઞાન છે.
જેનામાં રાગદ્વેષ ન હોય, તેવાને સંગ થયા વિના સમ્યકત્વ પ્રાપ્ત થઈ શકતું નથી. સમ્યકત્વ આવવાથી (પ્રાપ્ત થવાથી) જીવ ફરે છે, (જીવની દશા ફરે છે) એટલે પ્રતિકૂળ હોય તે અનુકૂળ થાય છે. જિનની પ્રતિમા (શાંતપણા માટે) જેવાથી સાતમાં ગુણસ્થાનકે વર્તતા એવા જ્ઞાનીની જે શાંત દશા છે તેની પ્રતીતિ થાય છે.
આત્માને વિષે પ્રમાદરહિત જાગ્રત દશા તે જ સાતમું ગુણસ્થા નક છે. ત્યાં સુધી પહોંચવાથી તેમાં સમ્યકત્વ સમાય છે, ચેથા ગુણસ્થાનકે જીવ આવીને ત્યાંથી પાંચમું દેશવિરતિ છઠું “સર્વવિરતી” અને સાતમું પ્રમાદ રહિત વિરતિ છે, ત્યાં પહોંચે છે. ત્યાં આગળ પહોંચ્યાથી આગળની દશાની અશે અનુભવ અથવા સુપ્રતીતિ થાય છે.
સમ્યકત્વ પ્રાપ્ત થયેલ જીવની દશાનું સ્વરૂપ જુદું હોય છે. પહેલા ગુણસ્થાનકવાળા જીવની દશાની જે સ્થિતિ અથવા ભાવ છે તેના કરતાં ચોથું ગુણસ્થાનક પ્રાપ્ત કરનારની દશાની જે સ્થિતિ અથવા ભાવ તે જુદા લેવામાં આવે છે, અર્થાત્ જુદી જ દશાનું વર્તન જોવામાં આવે છે.
કેવળ નિજ સ્વભાવનું અખંડ વતે જ્ઞાન
કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ મન, વચન, કાયાના જેગમાંથી જેને કેવળી સ્વરૂપભાવ થતાં અહંભાવ મટી ગયું છે, એવા જે જ્ઞાની પુરુષ, તેના પરમ ઉપશમરૂપ ચરણવિદ તેને નમસ્કાર કરી, વારંવાર તેને ચિંતવી, તે જ માર્ગમાં પ્રવૃત્તિની તમે ઈચ્છા કર્યા કરે .
સર્વ અન્ય ભાવથી આત્મા રહિત છે, કેવળ એમ જેને અનુભવ વિતે છે, તે “મુક્ત છે.