________________
પ્રશાવબેધનું શૈલી સ્વરૂપ
૧૭ છે કે, આરંભ-પરિગ્રહને વારંવારના પ્રસંગે વિચારી વિચારી પિતાના થતા અટકાવવાં, ત્યારે મુમુક્ષુતા નિર્મળ હેય છે.
આરંભ પરિગ્રહને ત્યાગ કયા કયા પ્રતિબંધથી જીવ ન કરી શકે, અને તે પ્રતિબંધ ક્યા પ્રકારે ટાળી શકાય એ પ્રકારે મુમુક્ષુ જીવે પિતાનાં ચિત્તમાં વિશેષ વિચાર–અંકુર ઉત્પન્ન કરી કંઈ પણ તથારૂપ ફળ આણવું ઘટે, જે તેમ કરવામાં ન આવે તે તે જીવને મુમુક્ષુતા નથી. એમ પ્રાયે કહી શકાય. આરંભ પરિગ્રહને ત્યાગ કયા પ્રકારે થયે હોય તે યથાર્થ કહેવાય તે પ્રથમ વિચાર કરી પછી ઉપર કહ્યો તે વિચાર–અંકુર મુમુક્ષુ જીવે પોતાના અંતઃકરણમાં અવશ્ય ઉત્પન્ન કરો એગ્ય છે.
આત્મહેતુભૂત એવા સંગ વિના સર્વ સંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવા ઘટે છે, કેમકે તે વિના પરમાર્થ આવિર્ભત થ કઠણ છે અને તે કારણે આ વ્યવહાર દ્રવ્યસંયમરૂપ સાધુત્વ શ્રી જિને ઉપદેશ્ય છે.
શાંતિ
શિક્ષાપાઠ ૧૦. ઘણુ મને રથ ભાગ બીજો
સમ્યગદષ્ટિપણું - સમ્યગદષ્ટિ એટલે ભલી દષ્ટિ. અપક્ષપાતેસારાસાર વિચારવું એનું નામ વિવેકદ્રષ્ટિ અને વિવેકદષ્ટિ એટલે સમ્યગદષ્ટિ. આ એમને બોધવું તાદશ્ય ખરૂં જ છે. વિવેકદષ્ટિ વિના ખરૂં ક્યાંથી સૂઝે અને ખરૂં સૂઝયા વિના ખરૂં ગ્રહણ પણ કયાંથી થાય? માટે સઘળા પ્રકારે સમ્યફષ્ટિને ઉપગ કરે જોઈએ.
| સર્વગુણાંશ તે સમ્યકત્વ.
તે પવિત્ર દર્શન થયા પછી ગમે તે વર્તન છે, પરંતુ તેને તીવ્ર બંધન નથી, અનંત સંસાર નથી, સોળ ભવ નથી, અત્યંતર દુઃખ નથી, શંકાનું નિમિત્ત નથી, અંતરંગ મોહિની નથી, સત્ સત્ નિરૂપમ, સર્વોત્તમ, શુક્લ, શીતળ, અમૃતમય, દર્શનજ્ઞાન, સમ્યક્ તિર્મય,
પ્ર.-૨