________________
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
૩૨૧ વિના, નિઃ સત્વ એવી સંબંધી જપતપાદિ ક્રિયામાં સાક્ષાત્ મેક્ષ નથી, પરંપરા મેક્ષ નથી, એમ માન્યા વિના, નિસત્વ એવા અસલ્લાસ્ત્ર અને અસદ્દગુરુ જે આત્મસ્વરૂપને આવરણનાં મુખ્ય કારણ છે, તેને સાક્ષાત્ આત્મઘાતી જાણ્યા વિના જીવન જીવના સ્વરૂપને નિશ્ચય થે બહુ દુર્લભ છે, અત્યંત દુર્લભ છે.
જ્ઞાની પુરુષનાં પ્રગટ આત્મસ્વરૂપને કહેતાં એવાં વચને પણ તે કારણોને લીધે જીવને સ્વરૂપને વિચાર કરવાને બળવાન થતાં નથી. હવે એ નિશ્ચય કર ઘટે છે કે, જેને આત્મસ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે, તે પુરુષ વિના બીજે કઈ તે આત્મસ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય નથી, અને તે પુરુષથી આત્મા જાણ્યા વિના બીજે કઈ કલ્યાણને ઉપાય નથી. તે પુરુષથી આત્મા જાણ્યા વિના આત્મા જાણે છે એવી કલ્પના મુમુક્ષુ જીવે સર્વથા ત્યાગ કરવી ઘટે છે. તે આત્મારૂપ પુરુષના સત્સંગની નિરંતર કામના રાખી ઉદાસીનપણે લેકસંબંધી અને કમસંબંધી પરિણામે (કેમ) છૂટી શકાય એવી રીતે વ્યવહાર કર; જે વ્યવહાર કર્યામાં જીવને પિતાના મહત્તાદિની ઈચ્છા હોય તે વ્યવહાર કરવો યથાગ્ય નથી.
તેમાં (અઢાર સંયમ સ્થાનમાં) પ્રથમ સ્થાનમાં મહાવીરદેવે સર્વ આત્માથી સંયમરૂપ નિપુણ અહિંસા દેખીને ઉપદેશી.
સંયમની રક્ષા અર્થે રાખવા પડે છે તેને પરિગ્રહ ન કહે એમ છકાયના રક્ષપાળ જ્ઞાતપુત્રે કહ્યું છે, પણ મૂચ્છને પરિગ્રહ કહેવો એમ પૂર્વ મહર્ષિએ કહે છે. આ તત્વજ્ઞાનને પામેલાં મનુષ્યો છકાયના રક્ષણને માટે થઈને તેટલે પરિગ્રહ માત્ર રાખે, બાકી તે પોતાના દેહમાં પણ મમત્વ આચરે નહીં. (આ દેહ મારે નથી એ ઉપગમાં જ રહે.)
આશ્ચર્ય! નિરંતર તપશ્ચર્યા. જેને સર્વ સર્વ વખાયે એવા સંયમને.
અવિરેધક ઉપજીવનરૂપ એક વખત આહાર લેવો. પ્ર-૨૧