________________
૩૧૯
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ
પ્ર.–ત્યારે દેશની ઉન્નતિ એ બીજાથી ઊલટાં એવાં અહિંસા, સત્ય, સંપ, નિવ્વસનતા, ઉદ્યમ આદિથી થાય?
મ. ઉ–હા.
પ્ર-ત્યારે જૈન ધર્મ દેશની અર્ધગતિ થાય એ બધ કરે છે કે ઉન્નતિ થાય એ?
મ. ઉ.-ભાઈ, હું કબૂલ કરું છું કે “જેન ધમ”જેથી દેશની ઉન્નતિ થાય એવાં સાધનને બંધ કરે છે. આવી સૂક્ષમતાથી વિવેકપૂર્વક મેં વિચાર કર્યો ન હતે. અમને તે નાનપણમાં પાદરીની શાળામાં શીખતાં સંસ્કાર થયેલા તેથી વગર વિચારે અમે કહી દીધું, લખી માયું. મહીપતરામે સરળતાથી કબૂલ કર્યું, સત્યશોધનમાં સરળતાની જરૂર છે, સત્યને મમ લેવા વિવેકપૂર્વક મમમાં ઊતરવું જોઈએ.
તિષને કલ્પિત ગણે અમે ત્યાગી દીધું. લોકેમાં આત્માર્થતા બહુ ઓછી થઈ ગઈ છે, નહીંવત્ રહી છે. સ્વાર્થ હેતુએ એ અંગે લોકોએ અમને પજવી મારવા માંડ્યા. આત્માર્થ સરે નહીં એવા એ જતિષના વિષયને કલ્પિત (સાર્થક નહીં) ગણ અમે ગૌણ કરી દીધ, ગોપવી દીધે.
| મા–સાહેબ ! ચંદ્રસૂરિ આપને યાદ કરી પૃછા કરતા હતા. આપ અહીં છે એ એમને ખબર ન હતી આપને મળવા માટે આવ્યા છે.
શ્રીમદ્ –પરિગ્રહધારી યતિઓને સન્માનવાથી મિથ્યાત્વને પિષણ મળે છે, માર્ગને વિરોધ થાય છે. દાક્ષિણ્યતા–સભ્યતા પણ જાળવવા જોઈએ. ચંદ્રસૂરિ અમારા માટે આવ્યા છે. પણ જીવને છોડવું ગમતું નથી. મિચ્યા ડાહી ડાહી વાત કરવી છે. માન મૂકવું ગમતું નથી. તેથી આત્માર્થ ન સરે. અમારા માટે આવ્યા, તેથી સભ્યતા ધર્મ જાળવવા તેમની પાસે ગયા. સામા પક્ષવાળા સ્થાનક સંપ્રદાયના કહેશે કે એમને એમને રાગ છે, તેથી ત્યાં ગયા, અમારી પાસે નથી આવતા. પણ જીવને હેતુ કારણ વિચારવાં નથી. મિથ્યા દુષણ, ખાલી આરોપ આપવા તૈયાર છે. તેવી વર્તન ગયે છૂટકે છે. ભવ–પરિપાકે સવિચાર સ્કુરે અને હેતુ, પરમાર્થને વિચાર ઊગે. મોટા કહે તેમ કરવું, કરે તેમ ન કરવું. નરસિંહ મહેતા ગાઈ ગયા છે કે :