________________
૩૧૮
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ વ્યવહારમાં મોટાઈ અને અહંકાર કરી બેઠો છું એમ કેમ વિચારતે નથી? અહંકારે કરી જે આવી મિથ્યા બુદ્ધિ કરે છે તે ભૂલ્યા છે, ચાર ગતિમાં રઝળે છે, અને દુઃખ ભેગવે છે.
» શાંતિ
શિક્ષાપાઠ : ૯૮ અહિંસા અને સ્વચ્છંદતા
આ ભારત વર્ષની અધોગતિ જૈન ધર્મથી થઈ એમ મહીપતરામ રૂપરામ કહેતા, લખતા. દશેક વરસ પર અમદાવાદમાં મેળાપ થતાં તેમને પૂછયું :
પ્ર.-ભાઈ, જૈન ધર્મ અહિંસા, સત્ય, સંપ, દયા, સર્વ પ્રાણીહિત, પરમાર્થ, પોપકાર, ન્યાય, નીતિ, આરોગ્યપ્રદ આહારપાન, નિર્વ્યસનતા, ઉદ્યમ આદિને બોધ કરે છે? (મહીપતરામે ઉત્તર આપ્ય)
મ. ઉ.-હા
પ્ર–ભાઈ જૈન ધર્મ હિંસા, અસત્ય, ચેરી, કુસંપ, કુરતા, સ્વાર્થ–પરાયણતા, અન્યાય, અનીતિ, છળકપટ, વિરુદ્ધ આહારવિહાર, માજશેખ, વિષયેલાલસા, આળસ–પ્રમાદ આદિને નિષેધ કરે છે ?
મ. ઉ.-હા.
પ્ર–દેશની અર્ધગતિ શાથી થાય? અહિંસા, સત્ય, સંપ, દયા, પરોપકાર, પરમાર્થ, સર્વપ્રાણીહિત, ન્યાય, નીતિ, આરોગ્ય આપે અને રક્ષે એવાં શુદ્ધ સાદા આહાર–પાન, નિર્વ્યસનતા, ઉદ્યમ આદિથી કે તેથી વિપરીત એવાં હિંસા, અસત્ય, કુસંપ, કરતા, સ્વાર્થ–પટુતા, છળકપટ, અન્યાય, અનીતિ, આરેગ્ય બગાડે અને શરીર-મનને અશક્ત કરે એવા વિરુદ્ધ આહાર-વિહાર, વ્યસન, મેજશેખ, આળસ, પ્રમાદિ આદિથી ?
મ. ઉ.-બીજાથી અથત વિપરીત એવાં હિંસા, અસત્ય, કુસંપ પ્રમાદ આદિથી.