________________
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ
૩૦૯ કેવળજ્ઞાનને માર્ગ તે તે કેવળ વિસર્જન થઈ ગયું છે. કેણ જાણે હરિની ઈચ્છા શું છે? આ વિકટ કાળ તે હમણાં જ જે. કેવળ મંદ પુણ્યવાળાં પ્રાણી જોઈ પરમ અનુકંપા આવે છે....ભગવત્ મુક્તિ આપવામાં કૃપણ નથી પણ ભક્તિ આપવામાં પણ છે, એમ લાગે છે. એવો ભગવને લોભ શા માટે હશે?
આશ્ચર્યકારક તે એ છે કે, કળિકાળે થોડા વખતમાં પરમાર્થને ઘેરી લઈ અનર્થને પરમાર્થ બનાવ્યો છે. કળિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુવિચાર વિના ન રહેવું એમ મહાત્માઓની શિક્ષા છે.
અમારું કલ્પિત મહામ્ય ક્યાંય દેખાય એમ કરવું, કરાવવું કે અનમેદવું અમને અત્યંત અપ્રિય છે. બાકી એમ પણ જણાય છે કે કોઈ જીવને સંતેષ-પરમાર્થ સચવાઈ કરી અપાય છે તેમ કરવામાં અમારી ઈચ્છા છે.
કોઈપણ પર-પદાર્થને વિષે ઈચ્છાની પ્રવૃત્તિ છે, અને કઈ પણ પર પદાર્થના વિયોગની ચિંતા છે તેને શ્રી જિન આર્તધ્યાન કહે છે, તેમાં અંદેશ ઘટતું નથી.
શ્રી જિને જે આત્મઅનુભવ કર્યો છે, અને પદાર્થનાં સ્વરૂપ સાક્ષાત્કાર કરી જે નિરૂપણ કર્યું છે તે, સર્વ મુમુક્ષુ જીવે પરમ કલ્યાણને અથે નિશ્ચય કરી વિચારવા યોગ્ય છે. જિને કહેલા સર્વ પદાર્થના ભાવો એક આત્મા પ્રગટ કરવાને અર્થે છે. અને મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ એની ઘટે છે; એક આત્મજ્ઞાનીની અને એક આત્મજ્ઞાનીના આશ્રયવાનની એમ શ્રી જિને કહ્યું છે..
તે પુરૂષ નમન કરવા યંગ્ય છે, કીર્તન કરવા ગ્ય છે, પરમ પ્રેમે ગુણગ્રામ કરવા યોગ્ય છે, ફરી ફરી વિશિષ્ટ આત્મ-પરિણામે ધ્યાવન કરવા યોગ્ય છે કે જે પુરૂષને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી કઈ પણ પ્રકારનું પ્રતિબદ્ધપણું વર્તતું નથી.” - જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું ચાચકપણું મટી, સર્વ કાળને માટે અયાચકપણું પ્રાપ્ત હોય છે. એ જે કઈ હોય તે તે તરણતારણ જાણીએ છીએ તેને ભજો.