________________
૩૦૮
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ આ દેહનું આયુષ્ય પ્રત્યક્ષ ઉપાધિગે વ્યતીત થતું જાય છે. એ માટે અત્યંત શક થાય છે, અને તેને અલ્પકાળમાં જે ઉપાય ન કર્યો તે અમ ( ) જેવા અવિચારી પણ થોડા સમજવા.
જન્મમરણાદિ કલેશવાળા આ સંસારને ત્યાગ ઘટે છે; અનિત્ય પદાર્થમાં વિવેકીને રુચિ કરવી હોય નહીં; માતપિતા સ્વજનાદિક સર્વને “સ્વાર્થરૂપ સંબંધ છતાં આ જીવ તે જાળને આશ્રય કર્યા કરે છે, એ જ તેને અવિવેક છે; પ્રત્યક્ષ રીતે ત્રિવિધ તાપરૂપ આ સંસાર જણાતાં છતાં મૂખ એ જીવ તેમાં જ વિશ્રાંતિ ઈચછે છે; પરિગ્રહ આરંભ અને સંગ એ સૌ અનર્થના હેતુ છે. એ આદિ જે શિક્ષા છે તે ઉપદેશજ્ઞાન” છે.
ફરી ફરી જ્ઞાની પુરુષનાં વચન એ ઉપદેશને જ નિશ્ચય કરવાની જીવને પ્રેરણા કરવા ઇચ્છે છે, તથાપિ અનાદિ અસત્સંગથી ઉત્પન્ન થયેલી એવી દુષ્ટ ઈચ્છાદિ ભાવમાં મૂઢ થયેલે એવો જીવ પ્રતિબૂઝત નથી; અને તે ભાવની નિવૃત્તિ કર્યા વિના અથવા નિવૃત્તિનું પ્રયત્ન કર્યા વિના શ્રેય ઈચ્છે છે, કે જેને સંભવ ક્યારે પણ થઈ શક્યો નથી, વર્તમાનમાં થતું નથી, અને ભવિષ્યમાં થશે નહી.
તેને પરમ કારણ્યમૂતિને વોઇ એ જ પરમ શીતળ જળ છે; તથાપિ જીવને ચારે બાજુથી અપૂર્ણ પુણ્યને લીધે તેની પ્રાપ્તિ હેવી દુર્લભ થઈ પડી છે. પણ એ જ વસ્તુની ચિંતના રાખવી. (સને વિષે પ્રીતિ, “સત્ર રૂપ સંતને વિષે પરમભક્તિ, તેના માર્ગની જિજ્ઞાસા, એ જ નિરંતર સંભારવા યોગ્ય છે....પગલે પગલે ભયવાળી અજ્ઞાન ભૂમિકામાં જીવ વગર વિચાયે કોટયવધિ યોજાને ચાલ્યા કરે છે, ત્યાં જેગ્યતાને અવકાશ ક્યાંથી હોય?
બધાં સાધન કળિયુગથી ઘેરાઈ ગયાં છે. ઘણું કરીને બધાય જીવ ઉન્માગે પ્રવર્તે છે, અથવા સન્માર્ગની સન્મુખ વર્તતા નજરે નથી પડતા. કવચિત્ મુમુક્ષુ છે, પણ તેને હજી માગને નિકટ સંબંધ નથી. નિષ્કપટીપણું પણ મનુષ્યોમાંથી ચાલ્યા ગયા જેવું થયું છે, સન્માગને એક અંશ તેને પણ શતાંશ તે કઈ આગળ પણ દષ્ટિએ પડતું નથી.