________________
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ
૧૫ આત્માને વારંવાર સંસારનું સ્વરૂપ કારાગૃહ જેવું ક્ષણે ક્ષણે ભાસ્યા કરે એ મુમુક્ષુતાનું મુખ્ય લક્ષણ છે. યોગવાસિષ્ઠાદિ જે જે ગ્રંથ તે કારણુનાં પિષક છે, તે વિચારવામાં હરકત નથી. મૂળ વાત તે એ છે કે જીવને વૈરાગ્ય આવતાં છતાં પણ જે તે અત્યંત શિથિલપણું છે-ઢીલાપણું છે તે ટાળતાં તેને અત્યંત વસમું લાગે છે, અને ગમે તે પ્રકારે પણ એજ પ્રથમ ટાળવા ગ્ય છે.
દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય, ' હેય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય.
ઉપદેશની આકાંક્ષા રહ્યા કરે છે, તેવી આકાંક્ષા મુમુક્ષુ જીવને હિતકારી છે. જાગૃતિને વિશેષ હેતુ છે. જેમ જેમ જીવમાં ત્યાગ, વૈરાગ્ય અને આશ્રય ભક્તિનું બળ વધે છે, તેમ તેમ સંપુરૂષનાં વચનનું અપૂર્વ અને અદ્દભુત સ્વરૂપ ભાસે છે, અને બંધ નિવૃત્તિના ઉપાય સહજમાં સિદ્ધ થાય છે.
પ્રત્યક્ષ સત્પરૂષના ચરણારવિંદને યેગ કેટલાક સમય સુધી રહે તે પછી વિયેગમાં પણ ત્યાગ, વૈરાગ્ય અને આશ્રય ભક્તિની ધારા બળવાન રહે છે, નહિ તે માઠા દેશ, કાળ, સંગાદિના વેગથી સામાન્ય વૃત્તિના છે ત્યાગ, વૈરાગ્યાદિનાં બળમાં વધી શક્તા નથી, અથવા મંદ પડી જાય છે, કે સર્વથા નાશ કરી દે છે.
જે મુમુક્ષુ જીવ ગૃહસ્થ વ્યવહારમાં વર્તતા હોય, તેણે તે અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ. નહી તે ઉપદેશાદિનું નિષ્ફળપણું થાય છે. દ્રવ્યાદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગોપાંગ ન્યાયસંપન્ન રહેવું તેનું નામ નીતિ છે, એ નીતિ મૂતાં પ્રાણ જાય એવી દશા આવે ત્યાગ, વૈરાગ્ય ખરા સ્વરૂપમાં પ્રગટે છે, અને તે જ જીવને સપુરૂષનાં વચનનું તથા આજ્ઞાધમનું અદ્ભુત સામર્થ્ય, મહાસ્ય અને રહસ્ય સમજાય છે, અને સર્વ વૃત્તિઓ નિજપણે વર્તવાને માગ સ્પષ્ટ સિદ્ધ થાય છે, આ વાત પર વારંવાર તમારે તથા તમારા સમાગમને ઈચ્છતા હોય તે મુમુક્ષુઓએ લક્ષ કર્તવ્ય છે. કઠણ વાત છે માટે ન