________________
૧૪
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ શિક્ષાપાઠ : ૯ ત્રણ મરથ ભાગ પહેલો
૧. મુમુક્ષુતા અસાર અને કલેશરૂપ આરંભપરિગ્રહના કાર્યમાં વસતાં જે આ જીવ કંઈ પણ નિર્ભય કે અજાગ્રત રહે તે ઘણાં વર્ષને ઉપાસે વૈરાગ્ય પણ નિષ્ફળ જાય એવી દશા થઈ આવે છે, એ નિત્ય પ્રત્યે નિશ્ચય સંભારીને નિરૂપાય પ્રસંગમાં કંપતા ચિ, ન જ છૂટયે પ્રવર્તવું ઘટે છે. એ વાતને મુમુક્ષુ જીવે કાયે કાયે, ક્ષણે ક્ષણે અને પ્રસંગે પ્રસંગે લક્ષ રાખ્યા વિના મુમુક્ષુતા રહેવી દુર્લભ છે, અને એવી દશા વેદ્યા વિના મુમુક્ષુપણું પણ સંભવે નહીં. મારા ચિત્તમાં મુખ્ય વિચાર હાલ એ વતે છે. સંસાર કારાગૃહ છે, સમસ્ત લેક દુઃખે કરી આર્ત છે, ભયાકુળ છે, રાગદેષનાં પ્રાપ્ત ફળથી બળ છે, એ વિચાર નિશ્ચય રૂપ જ વતે છે, અને જ્ઞાન પ્રાપ્તિને કંઈ અંતરાય છે માટે તે કારાગૃહરૂપ સંસાર મને ભયને હેતુ છે અને લેકનો પ્રસંગ કરવા યોગ્ય નથી, એ જ એક ભય વિચારવાનને ઘટે છે.
વિવેક વૈરાગ્યાદિ સદ્દગુણ પ્રાપ્ત થયા પછી જીવ એગ્ય મુમુક્ષુ કહેવાય.
મહતુ ભાગ્યના ઉદય વડે અથવા પૂર્વના અભ્યસ્ત યોગ વડે જીવને સાચી મુમુક્ષતા ઉત્પન્ન થાય છે, જે અતિ દુર્લભ છે. તે સાચી મુમુક્ષતા ઘણું કરીને મહપુરૂષના ચરણકમલની ઉપાસનાથી પ્રાપ્ત થાય છે, અથવા તેવી મુમુક્ષતાવાળા આત્માને મહપુરૂષના યોગથી આત્મનિષ્ટપણું પ્રાપ્ત થાય છે. સનાતન અનંત એવા જ્ઞાની પુરૂષોએ ઉપાસે એ સન્માર્ગ પ્રાપ્ત થાય છે. સાચી મુમુક્ષતા જેને પ્રાપ્ત થઈ હોય તેને પણ જ્ઞાનીને સમાગમ અને આજ્ઞા અપ્રમત્ત યોગ સંપ્રાપ્ત કરાવે છે. મુખ્ય મેક્ષમાર્ગને કમ આ પ્રમાણે જણાય છે, વર્તમાનકાળમાં તેવા મહત્પરૂષને યોગ અતિ દુર્લભ છે. કેમકે ઉત્તમ કાળમાં પણ તે યોગનું દુર્લભપણું હોય છે
એમ છતાં પણ સાચી મુમુક્ષુતા જેને ઉત્પન્ન થઈ હય, રાત્રિ-દિવસ - આત્મકલ્યાણ થવાનું તથારૂપ ચિંતન રહ્યા કરતું હોય, તેવા પુરૂષને તેવો યોગ પ્રાપ્ત થવો સુલભ છે.