________________
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ
૨૮૯ યેગ્ય છે. કોઈપણ પ્રકારની પરમાર્થ સંબંધે મનથી કરેલા સંકલ્પ પ્રમાણે ઈચ્છા કરવી નહીં; અર્થાત્ કંઈપણ પ્રકારના દિવ્ય તેજયુક્ત પદાર્થો ઈત્યાદિ દેખાવા વગેરેની ઈચ્છા, મનકલ્પિત ધ્યાનાદિ એ સર્વ સંકલ્પની જેમ બને તેમ નિવૃત્તિ કરવી.
જીવ જે અજ્ઞાન પરિણમી હોય તે તે અજ્ઞાન નિયમિતપણે આરાધવાથી જેમ કલ્યાણ નથી, તેમ મોહરૂપ એવો એ માગ અથવા એ લેક સંબંધી માર્ગ તે માત્ર સંસાર છે, તે પછી ગમે તે આકારમાં મૂકે તે પણ સંસાર છે, તે સંસાર પરિણામથી રહિત કરવા અસંસારગત વાણને અસ્વચ્છદ પરિણામે જ્યારે આધાર પ્રાપ્ત થાય છે, ત્યારે તે સંસારને આકાર નિરાકારતાને પ્રાપ્ત થતો જાય છે. બીજા પ્રતિબંધ તેમની દૃષ્ટિ પ્રમાણે કર્યા કરે છે, તેમજ જ્ઞાનીનાં વચન પણ તેની તે દષ્ટિએ આરાધે તે કલ્યાણ થવા યંગ્ય લાગતું નથી. માટે તમે એમ ત્યાં જવું કે તમે કઈ કલ્યાણના કારણુ નજીક થવાના ઉપાયની ઈચ્છા કરતા હો તો તેના પ્રતિબંધ ઓછા થવાના ઉપાય કરે; અને નહીં તે કલ્યાણની તૃષ્ણનો ત્યાગ કરો.
તમે એમ જાણતા હો કે અમે જેમ વતીએ છીએ તેમ કલ્યાણ છે, માત્ર અવ્યવસ્થા થઈ ગઈ છે, તે જ માત્ર અકલ્યાણ છે એમ જાણતા હો તે તે યથાર્થ નથી. વાસ્તવ્યપણે તમારું જે વર્તવું છે તેથી કલ્યાણ ન્યારું છે. હાલ તમે તમારી રુચિ અનુસાર અથવા તમને જે ભાસે છે તે કલ્યાણ માની પ્રવર્તે છે તે વિષે સહજ, કેઈ જાતના માનની ઈચ્છા વગર, સ્વાર્થની ઈચ્છા વગર, તમારામાં કલેશ ઉત્પન્ન કરવાની ઈચ્છા વગર મને જે કંઈ ચિત્તમાં લાગે છે તે જણાવું છું.
લેકસમુદાય કેઈભલો થવાને નથી. અથવા સ્તુતિ-નિંદાના પ્રયત્નાથે આ દેહની પ્રવૃત્તિ તે વિચારવાનને કર્તવ્ય નથી.
બાહ્ય ક્રિયાના અંતમુખવૃત્તિ વગરના વિધિનિષેધમાં કંઈ પણ વાસ્તવ્ય કલ્યાણ રહ્યું નથી. ગચ્છાદિ ભેદને નિર્વાહવામાં, નાના પ્રકારના વિક સિદ્ધ કરવામાં આત્માને આવરણ કરવા બરાબર છે, અનેકાંતિક માગ પણ સમ્યફ એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ કરાવવા સિવાય
પ્ર–૧૯